જમ્મૂ કશ્મીરના દ્વિભાજનની જાહેરાત પહેલા ભારતને મળ્યો EUનો સાથ

30 October, 2019 03:40 PM IST  |  નવી દિલ્હી

જમ્મૂ કશ્મીરના દ્વિભાજનની જાહેરાત પહેલા ભારતને મળ્યો EUનો સાથ

યૂરોપિયન યૂનિયનના સાંસદો પીએમ મોદી સાથે

આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ જમ્મૂ અને કશ્મીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની આધિકારીક જાહેરાતના કેટલાક કલાકો પહેલા જ ઈયૂએ ભારતને સમર્થન આપ્યું છે. જણાવી દઈએ કે, 31 ઑક્ટોબરે જમ્મૂ અને કશ્મીરથી અલગ થઈને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. બુધવારે કશ્મીરની પોતાની બે દિવસની યાત્રાનું સમાપન કરનારા ઈયૂના ચાર સભ્યોએ કહ્યું કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે છે કારણ કે તે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે.

જમ્મૂ-કશ્મીરનો પ્રવાસ કર્યા બાદ પહેલી વાર બોલતા યૂરોપિયન યૂનિયનના સાંસદોએ ભારતનું સમર્થન કરતા કહ્યું કે તેઓ કશ્મીરની સ્થિતિથી સંતુષ્ટ છે. તેમણે કશ્મીરના મુદ્દાને ભારતનો આંતરિક મામલો બતાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન શાંતિ સ્થાપવા માંગે છે તો તેમણે એકબીજા સાથે વાત કરવી પડશે. પોતાના કશ્મીર પ્રવાસ દરમિયાન ઈયૂના સાંસદોએ કહ્યું કે તેમને ત્યાં રહેવાનો વધારે સમય ન મળ્યો, તેઓ વધુ લોકોને ન મળી શક્યા. તેમણે વધુમાં કહ્યું કે ત્યાં ન જવાથી સારું હતું કે તેઓ થોડા સમય માટે ત્યા ગયા.

જમ્મૂ-કશ્મીરના પ્રવાસ પૂરો કરીને યૂરોપિયન યૂનિયનના સાંસદોએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત એક શાંત દેશ છે અને કશ્મીરના લોકોને ભારત પાસેથી ઘણી આશાઓ છે. સાથે જ તેમણે કહ્યું કે આ પ્રવાસને રાજનૈતિક રીતે ન જોવા જોઈએ. અમે અહીં માત્ર સ્થિતિની સમીક્ષા કરવા આવ્યા છે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ઓવૈસીના નિવેદનનો પણ જવાબ આવ્યો. તેમણે કહ્યું કે અમે નાઝી લવર્સ નથી. જો એવું હોત તો અમને ક્યારેય પસંદ ન કવામાં આવ્યો હતો. તેમણે નાઝી શબ્દના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો. આ સાંસદોને ભારતીય સેનાએ એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. તેઓ દાલ લેક પણ ગયા હતા.

european union jammu and kashmir