NEET UGના પેપરને સ્ટીલ ટ્રન્કમાંથી ચોરી કરનારો એન્જિનિયર, તેનો સાથી ઝડપાયો

17 July, 2024 01:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટીલના જે ટ્રન્કમાં પરીક્ષાનાં પેપર જઈ રહ્યાં હતાં એમાંથી તેણે પેપરની ચોરી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડર ગ્રૅજ્યુએટ (NEET UG)ના પેપર-લીક મામલે ગઈ કાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બે મહત્ત્વની ધરપકડ કરી હતી અને તેથી આ પેપર-લીકના મુદ્દે ઘણી જાણકારી બહાર આવશે. આ કેસમાં બિહારમાં પટનાથી પંકજ કુમાર ઉર્ફે આદિત્ય અને હઝારીબાગથી રાજુ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

બોકારોના રહેવાસી પંકજ કુમારે જમશેદપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. સ્ટીલના જે ટ્રન્કમાં પરીક્ષાનાં પેપર જઈ રહ્યાં હતાં એમાંથી તેણે પેપરની ચોરી કરી હતી અને એને આગળ વહેંચવા માટે રાજુ સિંહને આપી દીધાં હતાં.

૧૫ જુલાઈએ CBIની ટીમે હઝારીબાગના રામનગરમાં રાજુ સિંહના રાજ ગેસ્ટ હાઉસમાં રેઇડ પાડી હતી અને ગઈ કાલે તેના કદમાસ્થિત ઘરેથી તેને ઝડપ્યો હતો. આ કેસમાં કુલ ૧૨ જણની ધરપકડ થઈ છે. આ કેસનો માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયા હજી સુધી ફરાર છે.

national news india Education Crime News