ED એ HDIL ના પ્રમોટર રાકેશ સારંગાના 22 રૂમના બંગલાને સીઝ કર્યો

08 October, 2019 08:15 PM IST  |  Mumbai

ED એ HDIL ના પ્રમોટર રાકેશ સારંગાના 22 રૂમના બંગલાને સીઝ કર્યો

HDIL ના પ્રમોટર રાકેશનો બંગલો ED એ કર્યો સીઝ (PC : Hindustan Times)

Mumbai : છેલ્લા ગણા સમયથી મોટી-મોટી બેન્કોના ગોટાળાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક જાણીતી બેન્ક PMC બેન્કમાં થયેલ ગોટાળા સામે આવ્યા હતા અને આ વિવાદ આરબીઆઇ સુધી પહોંચ્યો હતો. જેમાં મળી રહેલ માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ (ED) ડાયરેક્ટરે HDIL ના પ્રમોટર રાકેશ સારંગના ઠેકાણાઓ પર રેડ પાડી હતી. જેમાં તેનો અલીબાગ તહસીલ સ્થિત 22 રૂમના બંગલાને ઇડીએ સીઝ કરી દીધો છે. 60 કરોડ રૂપિયાની જ્વેલરી, એક બિઝનેસ જેટ, 15 કાર્સ, 1.5 કરોડ અને 10 કરોડ રૂપિયાની એફડીને પણ સીઝ કરવામાં આવી છે.


PMC બેન્કે HDILને 6500 કરોડની લોન આપી છે
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ અલીબાગ વાળો બંગલો 2.5 એકરમાં ફેલાયેલો છે. આ કોઈ ફાઈવ સ્ટાર રિસોર્ટથી ઓછો નથી. તેમાં ક્લબ હાઉસથી લઈને રેસ્ટોરન્ટ સુધીની સુવિધા છે. જોકે તેની કિંમત જાણી શકાઈ નથી.


પીએમસી બેન્ક ગોટાળામાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. એચડીઆઈએલે પીએમસી બેન્કને 6,500 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની છે. એનપીએ ઓછી બતાવવા અને એચડીઆઈએલ સહિત કેટલીક અન્ય કંપનીઓને નિયમોની વિરુદ્ધ લોન આપવાના નિયમોના કારણે આરબીઆઈએ ગત મહિને પીએમસી બેન્ક પર 6 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

પીએમસીની સામે નોંધાયેલી એફઆઈઆરમાં એચડીઆઈએલના પ્રમોટરના નામ પણ છે. તેના આધાર પર ઈડીએ ગત વર્ષે મની લોન્ડ્રિંગનો કેસ કર્યો હતો. રાકેશ અને સારંગ વાધવાન 9 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે. મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગત સપ્તાહે તેમની ધરપકડ કરી હતી.

national news