જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર

23 June, 2019 09:25 AM IST  |  શોપિયાં

જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર

જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર

રી એક વાર ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. દક્ષિત કશ્મીરના દરમદોરા વિસ્તારના કીદામમાં આ આતંકી અથડામણ હાલ ચાલું છે.

પાકિસ્તાની આતંકી મરાયો
આ પહેલા શનિવારે ઉતર કશ્મીરના બારામુલા જિલ્લાના બોનિયારના બુજથલન વિસ્તારમાં આતંકીઓને અને સુરક્ષાબળો વચ્ચે થયેલી મુઠભેડમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો છે. એસએસપી બારામુલાના પ્રમાણે ઠાર મારવામાં આવેલો આતંકી પાકિસ્તાનનો છે અને તેનો સંબંધ પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ લુકમાન તરીકે કરવામાં આવી છે. જૈશ સાથે સંકળાયેલા આ આતંકી છેલ્લા એક વર્ષથી ઉતર કશ્મીરમાં સક્રિય હતો.

આ પણ વાંચોઃ અમેઠીઃ પોતાના કાફલાની એમ્બ્યુલન્સ રોકાવી મહિલાને સ્મૃતિએ મોકલી હૉસ્પિટલ

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સેના અને એસઓજી અને બારામુલાની 6 જેકલાઈની એક સંયુક્ત ટીમે બુજથલન વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષાબળોને આવચા જોઈને પાકિસ્તાની આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી. સુરક્ષાદળોએ ગોળીબારીનો જવાબ આપ્યો અને પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો. આતંકીના મર્યા બાદ સુરક્ષાદળોએ ક્ષેત્રની ઘેરાબંધી કરી લીધી અને તપાસ અભિયાન શરૂ કર્યું.

jammu and kashmir terror attack