કુલગામ એનકાઉન્ટરઃ એક આતંકી ઠાર, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

29 May, 2019 10:29 AM IST  |  કુલગામ

કુલગામ એનકાઉન્ટરઃ એક આતંકી ઠાર, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

કુલગામમાં એક આતંકી ઠાર

ઘાટીમાંથી આતંકનો સફાયો કરવા માટેનો પ્રયાસ ચાલુ છે. સુરક્ષાદળો આતંકીઓનો સફાયો કરવાના મિશન પર લાગ્યા છે. જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેના મુહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો છે. હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

સુરક્ષાદળોને કુલગામના મુહમ્મદપોરા વિસ્તારમાં કેટલાક આતંકી છુપાયેલા હોવાના અહેવાલ મળ્યા હતા. સુરક્ષાબળો અને પોલીસે સાથે મળીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું. તેમને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાબળોએ પણ તેમને જવાબ આપ્યો અને એક આતંકીને ઠાર કર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ, જમ્મૂના રતનૂચરમાં મિલિટરી સ્ટેશન પાસેથી બે શંકાસ્પદોની સેનાએ અટકાયત કરી છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાસ સમયથી સુરક્ષાબળો આતંકીઓના સફાયામાં લાગ્યા છે. જેમાં તેમની મોટી સફળતા પણ હાથ લાગી છે. દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને એક ભીષણ મુઠભેડમાં ઠાર માર્યા. બંને આતંકી જૈશ-એ- મુહમ્મદના હતા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, આતંકી ઝાકિર મૂસા ઠાર

 

આતંકી ઝાકિર મૂસા ઠાર

અંસાર ગજવતા ઉલ હિન્દના પ્રમુખ ઝાકિર મૂસાને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. 2017માં હિઝબુલ મુજાહિદીનથી અલગ થયેલો મૂસો હિજબુલ કમાન્ડર બુરહાન વાણીનો નજીકનો વ્યકિત હતો. મૂસા ત્રાલમાં સુરક્ષાદળો સાથેની મુઠભેડમાં માર્યો હતો. અધિકારીઓએ તેના મોતની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જાણકારી આપી કે મૂસાના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે. જ્યાં અથડામણ થઈ હતી ત્યાંથી એક એકે 47 અને રૉકેટ લૉન્ચર મળી આવ્યું છે.

ઝાકિર મૂસા હિઝબુલ મુઝાહિદીનથી અલગ થઈને 2017માં અંસાર ગજવત ઉલ હિન્દ સાથે જોડાયેલો હતો. મૂસા હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનો નજીકનો હતો. વાની 8 જુલાઈએ માર્યો જતા, તે બાદથી જ સુરક્ષાદળો તેની શોધમાં હતા. ત્રાલના નૂરપોરાના રહેનારા મૂસા પર લાખોનું ઈનામ હતું.

jammu and kashmir terror attack national news