પગાર ન મળતા કર્મચારીએ બૉસને કર્યો કિડનેપ અને ટૉર્ચર

10 April, 2019 04:10 PM IST  |  બેંગલુરૂ

પગાર ન મળતા કર્મચારીએ બૉસને કર્યો કિડનેપ અને ટૉર્ચર

પગાર ન મળતા કર્મચારીઓએ કર્યું બૉસનું અપહરણ

જો કોઈ કંપનીના કર્મચારીઓને પગાર ન મળે તો તે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ બેંગલુરૂમાં જોવા મળ્યું. પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ બૉસને કિડનેપ કરી લીધા. પીડિત બૉસે કિડનેપ થયા બાદ પરેશાન થઈને ઉંદર મારવાની દવા અને ટેબલેટ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો.

પોલીસે અપહરણના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે 2 વાર બૉસને કિડનેપ કર્યા અને ટૉર્ચર પણ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલો પ્રમાણે, ઉલ્સૂરના રહેવાસી 23 વર્ષના સુજય એસકે નામના એક વ્યક્તિએ આઈટી કંપની શરૂ કરી હતી. પરંતુ એક મહિનામાં જ કંપની બંધ કરી દીધી. કંપનીના સાતેય કર્મચારીઓને સેલેરી ન મળી શકે.

સુજય પાસેથી સેલેરી મેળવવાના આશયથી જ પૂર્વ કર્મચારીઓએ તેમને બે વાર 21 અને 25 માર્ચે કિડનેપ કર્યા. કિડનેપ કર્યા બાદ પૂર્વ કર્મચારીઓએ ધમકી આપી કે પૈસા ન આપો તો ઠીક નહીં રહે.

DCP(ઈસ્ટ) રાહુલ કુમારે કહ્યું કે સુજયે 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી કંપની ચલાવી હતી. આરોપીઓએ સુજયને કિડનેપ કરીને એક ઘરમાં રાખ્યા હતા. બે દિવસ બાદ તેમને છોડી મુક્યા હતા.

આ જ ચાર લોકોની ગેંગએ 25 માર્ચે સુજયને ફરી કિડનેપ કર્યા અને મંડ્યા જિલ્લામાં લઈ ગયા. પોલીસ અધિકારીઓએ કહ્યું કે બે વાર અપહરણ કરવામાં આવ્યું હોવા છતા સુજયે પોલીસ ફરિયાદ ન કરી. પરંતુ આત્મહત્યાના પ્રયા, બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યારે પોલીસને આ જાણકારી મળી. સુજયે 30 ટેબલેટ અને ઉંદર મારવાની દવા લીધી હતી.

આ પણ વાંચોઃ લગ્નમાં અચાનક એક્સ-ગર્લફ્રેન્ડ દુલ્હન બનીને આવી પહોંચે તો?

ઘટના બાદ સુજય નિરાશ થઈ ગયો હોત અને જીવનથી તેની આશાઓ ખતમ થઈ ગઈ ગતી. ઉલ્સૂર પોલીસે કિડનેપિંગ, અસૉલ્ટ અને આપરાધિક ષડયંત્રનો કેસ દાખલ કર્યો છે. સુજયે પોતાના કેસમાં પૂર્વ કર્મચારીઓ લીખિત, રશ્મિ, વિશ્વા, તંજીમ, સંજય, રાકેશ અને દર્શનને આરોપી બનાવ્યા છે. મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની પોલીસે શોધખોળ કરી રહી છે.