પહેલા ચરણની ચૂંટણી પહેલાં જ ૪૬૫૦ કરોડ રૂપિયા જપ્ત

16 April, 2024 07:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓ ગેરકાયદે રકમ જપ્ત કરવાના મિશન પર છે અને ૧ માર્ચથી અત્યાર સુધીમાં દરરોજ ૧૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

૪૬૫૦ કરોડ રૂપિયા જપ્ત

લોકસભાની ચૂંટણીનું પહેલું ચરણ ૧૯ એપ્રિલે શરૂ થવાનું છે અને એ પહેલાં જ ભારતના ચૂંટણીપંચે ૪૬૫૦ કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે. ચૂંટણીપંચે જણાવ્યું કે આ લોકસભા ચૂંટણીના ૭૫ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો આંકડો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓ ગેરકાયદે રકમ જપ્ત કરવાના મિશન પર છે અને ૧ માર્ચથી અત્યાર સુધીમાં દરરોજ ૧૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

૨૦૧૯માં સમગ્ર લોકસભાની ચૂંટણી દરમ્યાન જપ્ત કરવામાં આવેલી રકમની સરખામણી કરીએ તો આ વખતે ચૂંટણી શરૂ થતાં પહેલાં જ ૩૪૭૫ કરોડ રૂપિયા વધુ જપ્ત કરવામાં આવ્યા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી કરતાં આ વખતે ડ્રગ્સ અને અન્ય વસ્તુઓની જપ્તીમાં પણ વધારો નોંધાયો છે. ચૂંટણી-પૅનલે ૨૦૬૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ આંકડો ૨૦૧૯માં ૧૨૭૯.૯ કરોડ રૂપિયા હતો. ચૂંટણીમાં નિષ્પક્ષતા લાવવા અને ગેરરીતિઓને રોકવા માટે માટે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા આ કાર્યવાહી કરી રહ્યું છે. 

national news india Lok Sabha Election 2024 election commission of india