દેશના વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખો જાહેર, પરિણામ 10 નવેમ્બરે

29 September, 2020 05:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશના વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખો જાહેર, પરિણામ 10 નવેમ્બરે

વૉટિંગ

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઑડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં પેટ-ચૂંટણીઓ માટે તારીખોની ઘોષણા કરી દીધી છે. એક લોકસભા અને 56 વિધાનસભા બેઠક પર 3 અને 7 નવેમ્બરના રોજ મતદાન થશે. 54 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે, તો બિહારમાં એક લોકસભા અને મણિપુરમાં બે વિધાનસભા બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થશે.

તેમ જ કેન્દ્રિય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચના મતે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, ઑડિશા, તેલગંણા અને યૂપીમાં 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરમાં પરિણામ જાહેર થશે. તાજેતરમાં, કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. બિહારની 243 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે કોરોના કાળમાં પહેલીવાર યોજાનારી ચૂંટણી માટે રોગચાળાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. મતદાન સવારે 7 થી સાંજના 6 સુધી રહેશે. કોરોના ચેપગ્રસ્ત છે અને સંભવત લોકો અંતિમ ક્ષણે મતદાન કરશે. મતદાન મથકો પર માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને ગ્લવઝની વ્યવસ્થા કરવામાં આવશે.

gujarat madhya pradesh uttar pradesh jharkhand odisha bihar elections national news