ચૂંટણી 2019:પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં, 91 બેઠક પર થશે મતદાન

11 April, 2019 08:52 AM IST  | 

ચૂંટણી 2019:પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં, 91 બેઠક પર થશે મતદાન

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. કૉન્ગ્રેસ, ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપ્રચાર તેજ છે. આમ લોકસભા-૨૦૧૯ની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાશે.

આ ઉપરાંત આસામની પાંચ, બિહારની ૪ સીટ, છત્તીસઢની એક સીટ, જમ્મુ-કાશ્મીરની બે સીટ, મહારાષ્ટ્રની સાત સીટ, મણિપુરની બે, મેઘાલયની બે, નાગાલૅન્ડ-મિઝોરમની એક-એક, તેલંગણની ૧૭, યુપીની ૮, ઉત્તરાખંડની પાંચ અને પિમ બંગાળની બે સીટો પર મતદાન થશે. મંગળવારે મોડી સાંજે આ રાજ્યોમાં ચૂંટણીપ્રચાર અટકી ગયો હતો. ૧૭મી લોકસભા માટે દેશમાં ૭ તબક્કામાં મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કામાં ૧૨૭૯ ઉમેદવારો મેદાનમાં છે એમાંથી ૮૯ મહિલાઓ છે. ૧૭ ટકા કલંકિત, ૩૨ ટકા કરોડપતિ અને ૪૯ ટકા ગ્રૅજ્યુએટ ઉમેદવાર છે. આંધþ પ્રદેશની ૧૭૫, સિક્કિમની ૩૨ અને ઓડિશાની ૨૮ વિધાનસભાની બેઠકો માટે પણ મતદાન યોજાશે.

પ્રથમ તબક્કાનો પ્રચાર અટક્યો ત્યાં સુધીમાં દેશભરમાંથી ૧૮૬૩ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ, દારૂ, રોકડ, સોનું વગેરે ઝડપાયું છે.

ઉત્તર પ્રદેશમાં મુખ્ય ટક્કર ભાજપ, કૉન્ગ્રેસ અને બસપા, સપા અને આરએલડીના મહાઠબંધન વચ્ચે જોવા મળશે. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ, કૉન્ગ્રેસ અને બસપા વચ્ચે જંગ જામશે. જ્યારે બિહારમાં ચાર બેઠક પર ચૂંટણી યોજાવાની છે જેમાં ૪૪ ઉમેદવારો મેદાનમાં છે. બિહારમાં મુખ્ય પક્ષ ભાજપ, જેડીયુ અને કૉન્ગ્રેસ-આરજેડી ગઠબંધન છે.

પહેલા તબક્કામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, અજિતસિંહ ચૌધરી, વી. કે. સિંહ અને જયંત ચૌધરી, જીતનરામ માંઝી, મહેશ શર્મા, અસદુદ્દીન ઔવેસી, ચિરાગ પાસવાન સહિત ૧૦ વીવીઆઇપી ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ થશે.

૧૧ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી ૧૮ એપ્રિલે બીજા, ૨૩ એપ્રિલે ત્રીજા, ૨૯ એપ્રિલે ચોથા, ૬ઠ્ઠી મેએ પાંચમા, ૧૨ મેએ છઠ્ઠા અને ૧૯ મેએ સાતમા તબક્કાની ચૂંટણી થશે. ૨૩ મેએ તમામ ૫૪૩ બેઠકોની ગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ત કરીશું એવા ગુજરાતી કલાકારોની જે આજે રાજકારણમાં પણ અવ્વલ છે

પહેલા તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ બેઠકો પર મતદાન

પહેલા તબક્કામાં ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો પર આવતી કાલે યોજાશે મતદાન, જેમાં આંધ્ર પ્રદેશની તમામ ૨૫ બેઠકો પર મતદાન યોજાશે. આ ઉપરાંત આસામની પાંચ, બિહારની ૪, છત્તીસગઢની ૧, જમ્મુ-કાશ્મીરની બે, મહારાષ્ટ્રની ૭, મણિપુરની બે, મેઘાલયની બે, નાગાલૅન્ડ-મિઝોરમની ૧-૧, તેલંગણાની ૧૭, ઉત્તર પ્રદેશની ૮, ઉત્તરાખંડની પાંચ અને પિમ બંગાળની બે બેઠકો પર મતદાન યોજાશે.

Election 2019 national news