ચૂંટણી 2019: આ મહિનામાં થયા સૌથી વધુ 4.56 કરોડ ટ્વીટ

13 April, 2019 04:38 PM IST  | 

ચૂંટણી 2019: આ મહિનામાં થયા સૌથી વધુ 4.56 કરોડ ટ્વીટ

આ મહિનામાં થયા સૌથી વધુ 4.56 કરોડ ટ્વીટ

ભારતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. 2014ની ચુંટણીની જેમ આ વખતની લોકસભાની ચુંટણીમાં પણ સોશિયલ મીડિયાનો રોલ મહત્વનો બની ગયો છે. સાત તબક્કાઓ પૈકી પહેલા તબક્કાની ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 4.56 કરોડ જેટલા ટ્વીટ કરવામાં આવ્યા છે. ગુરુવારે પહેલા તબક્કાના મતદાન પછી ટ્વિટર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે આ ટ્વીટ્સમાં સૌથી વધુ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટમાં મેન્શન કરાયા છે.

ટ્વિટરએ જાહેર કરેલા આંકડા બાદ તેમનું માનવું છે કે આ છેલ્લા એક મહિનામાં થયેલા ટ્વીટ્સનો રેકોર્ડ છે. 11 એપ્રિલે પહેલા તબક્કાના વોટિંગ દરમિયાન 91 સીટો માટે મતદાન થયું હતુ જેમા 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત રાજ્યોમાં મતદાન થયું હતું. પહેલા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીનું ટ્વિટર હેન્ડલ @narendramodi સૌથી વધુ વાર મેન્શન કરવામાં આવ્યું હતું. જ્યારે #LokSabhaElections2019 હેશટેગ સૌથી વધુ વાર વાપરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: આ છે તમારી ફેવરીટ આર.જે અંતરા એટલે કે આરોહી પટેલની ફિલ્મોગ્રાફી

 

2014 પછી આ વખતે ફરી એકવાર ચૂંટણીના કેમ્પેયન્સ માટે સોશિયલ મીડિયા સૌથી વધુ પસંદ કરાઈ રહ્યું છે. હાલમાં નરેન્દ્ર મોદીએ તેમનું ટ્વિટર હેન્ડલ નામ બદલીને નામ આગળ ચોકીદાર લગાવ્યું હતું. આ ચૂંટણીમાં મેનિફેસ્ટો, પોલીસીની ઘોષણાએ સિવાય મૂળ સામાજીક મુદ્દાઓ ટ્વિટર હેન્ડલ્સ પર સૌથી વધુ જોવા મળ્યા હતાં.