ચૂંટણી 2019: અંતિમ તબક્કામાં 5 વાગ્યા સુધી કુલ 53.03 ટકા મતદાન

19 May, 2019 05:58 PM IST  | 

ચૂંટણી 2019: અંતિમ તબક્કામાં 5 વાગ્યા સુધી કુલ 53.03 ટકા મતદાન

5 વાગ્યા સુધી કુલ 53.03 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોચી ચૂકયુ છે. રવિવારે 8 રાજ્યોના 59 લોકસભા ચૂંટણી પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનાં અંતિમ તબક્કામાં કુલ 918 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા સીટો પણ સામેલ છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 5 વાગ્યા સુધી 53.03 ટકા મતદાન નોંધાયું હતુ. મતદાન દરમિયાન ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં હિંસા પણ થઈ હતી.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 8 રાજ્યોમાં યોજાયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન બંગાળમાં 68 ટકા અને મધ્ય પ્રદેશમાં 62 ટકા મતદાન નોંધાયુ હતું. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછુ 49 ટકા મતદાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં 58 ટકા, પંજાબમાં 54 ટકા, ઝારખંડમાં 67 ટકા, ચંદીગઢમાં 51 ટકા અને બિહારમાં 51 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો: PM મોદીએ જ્યાં સાધના કરી તે ગુફાનું ભાડુ છે આટલા રૂપિયા

Election 2019