EDની તપાસના સકંજામાં હવે સપડાયાં પાર્થ ચેટર્જીનાં દીકરી અને જમાઈ, જાણો વિગતો

05 August, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોહિની અને કલ્યાણમય હાલ અમેરિકામાં રહે છે અને એજન્સીના અધિકારીઓએ દંપત્તિને ઇમેલ મોકલીને પૂછપરછ માટે ટૂંક સમયમાં જ કોલકાતા પહોંચવા માટે કહ્યું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

કરોડો રૂપિયાના પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ (WBSSC) ભરતી અનિયમિતતાના ગોટાળાની તપાસ કરતા પ્રવર્તન નિદેશાલય (ED)એ હવે પાર્થ ચેટર્જીની દીકરી સોહિની ભટ્ટાચાર્ય અને તેના પતિ કલ્યાણમય ભટ્ટાચાર્યને તપાસના સકંજામાં લીધા છે. સોહિની અને કલ્યાણમય હાલ અમેરિકામાં રહે છે અને એજન્સીના અધિકારીઓએ દંપત્તિને ઇમેલ મોકલીને પૂછપરછ માટે ટૂંક સમયમાં જ કોલકાતા પહોંચવા માટે કહ્યું છે.

જો કે, ઇડીના સૂત્રોએ કહ્યું કે બન્નેને બોલાવવાના કારણો જુદા-જુદા છે.

કલ્યાણમય ભટ્ટાચાર્ય વિશે, ત્રણ કંપનીઓ- ઇમ્પ્રોલાઇન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ, એચઆરઆઇ વેલ્થ ક્રિએશન રિયલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ, એક્રીસિયસ કન્સલ્ટિંગ પ્રાઇવેડ લિમિટેડ સાથેના તેના જોડાણ વિશે છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળ કંપની રજિસ્ટ્રાર (ROC)ના રેકૉર્ડ પ્રમાણે, તે એક્રીસિયસ કન્સલ્ટિંગમાં પ્રબંધ નિદેશક છે, જ્યારે અન્ય બેમાં, તે માત્ર નિદેશક છે.

એચઆરઆઇ વેલ્થ ક્રિએશન રિયલ્ટર્સ એન્ડ ઇમ્પ્રોલાઈન કન્સ્ટ્રક્શનમાં, બીજા ડિરેક્ટર કૃષ્ણ ચંદ્ર અધિકારી છે, જે કલ્યાણમય ભટ્ટાચાર્યના મામા છે અને પશ્ચિમ મિદનાપુર જિલ્લાના પિંગલાના રહેવાસી છે.

ઇડીના સુત્રો પ્રમાણે કલ્યાણમય ભટ્ટાચાર્યને મૂળ પ્રશ્ન એ હશે કે તે અમેરિકામાં બેસીને કંપનીઓ કેવી રીતે ચલાવે છે.

એજન્સીના એક અધિકારીએ કહ્યું, "આ કંપનીઓ, જેવું અમે માનીએ છીએ, જુદી ચેનલમાં ફન્ડ ટ્રાન્સફર કરવાને ઇરાદે બનાવાવમાં આવેલી માત્ર શેલ કંપનીઓ છે. તેમાંથી એકનું રજિસ્ટર્ડ એડ્રેસ એચઆરઆઈ વેલ્થ ક્રિએશન રિયલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. આ મામલે તેમની પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા રાખીએ છીએ."

આ દરમિયાન સોહિની ભટ્ટાચાર્યને બોલાવવાનો હેતુ દક્ષિણ 24 પરગના જિલ્લાના બરુઇપુર નગર પાલિકા હેઠળ પુરી ગામમાં `બિશ્રામ`નામના એક ફાર્મહાઉસ સાથે જોડાયેલા છે.

ડબ્લૂબીએસએસસી ગોટાળાના સિલસિલે ઇડી દ્વારા ધરપકડાયેલ પાર્થ ચેટર્જી અને તેમના નિકટતમ અર્પિતા મુખર્જી, સોહિની ભટ્ટાચાર્યના નામે રજિસ્ટર્ડ ફાર્મહાઉસનો પર મોટેભાગે જતા હતા.

27 જુલાઈની રાતે થયેલી એક ચોરી પછી તાજેતરમાં ઇડીના ધ્યાનમાં આ ઘરે આવ્યો હતો.

national news west bengal