EDને વાડ્રાએ કહ્યું, નથી મારું લંડનમાં ઘર નથી ભંડારી સાથે કોઈ સંબંધ

06 February, 2019 07:25 PM IST  | 

EDને વાડ્રાએ કહ્યું, નથી મારું લંડનમાં ઘર નથી ભંડારી સાથે કોઈ સંબંધ

રોબર્ટ વાડ્રાની સઘન પૂછપરછ

વાડ્રાએ કહ્યું કે મનોજ અરોપા મારો કર્મચારી હતો. જો કે, તેમણે સંજય ભંડારી અને સુમિત ચઢ્ઢા સાથેના કોઈ પણ પ્રકારના સંબંધો હોવાનો ઈન્કાર કર્યો છે. વાડ્રા અમેરિકાથી દિલ્લી આવ્યા બાદ મની લૉન્ડ્રિંગના મામલામાં ઈડી સામે હાજર થયા છે. ઈડીના સંયુક્ત નિર્દેશકના નેતૃત્વમાં છ અધિકારીઓ વાડ્રાની પૂછપરછ કરી રહ્યા છે. આ પહેલા, વાડ્રા સાથે તેની પત્ની પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે EDની ઑફિસ આવ્યા હતા, પરંતુ બાદમાં તે ત્યાંથી પાછી ચાલ્યા ગયા.

જાણકારી પ્રમાણે આ પહેલા તેઓ તેમની માતાના ઈલાજ માટે લંડનમાં હતા અને ત્યાંથી અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે. પટિયાલા હાઉસ કોર્ટેની વિશેષ અદાલતે રૉબર્ટ વાડ્રાને છ ફેબ્રુઆરીએ EDની સામે રજૂ થવાના આદેશ આપ્યા હતા. જો કે મની લૉન્ડ્રિંગના મામલામાં કોર્ટે વાડ્રાને 16 જાન્યુઆરી સુધીના વચગાળાના જામીન આપ્યા છે.

વાડ્રાની તરફથી રજૂ થયેલા અધિવક્તા KTS તુલસીએ અદાલતને વિશ્વાસ અપાવ્યો હતો કે તપાસમાં તેઓ પુરતો સહયોગ આપશે. વાડ્રા તેમની માતાના ઈલાજ માટે દેશમાંથી બહાર છે. અદાલતે કહ્યું કે તેમને વચગાળાની રાહત આપવામાં આવી રહી છે, પરંતુ વાડ્રાએ તપાસમાં સામેલ થવું પડશે.

આ છે આખો મામલો
વર્ષ 2009માં એક પેટ્રોલિયમ સોદામાં વાડ્રાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. તેની તપાસ થઈ રહી છે. એજંસને એ પણ સૂચના મળી છે કે, લંડનમાં વાડ્રા પાસે અનેક પ્રોપર્ટી છે. તેમાં બે ઘર અને છ ફ્લેટ પણ સામેલ છે. ઈડીની ઈચ્છા છે કે વાડ્રા આવે અને તેની પ્રોપર્ટીના મામલે જાણકારી આપે. વાડ્રાએ પોતાના વચગાળાના જામીનની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેમની સામે અનુચિત, દુર્ભાવનાપૂર્ણ અને અન્યાયપૂર્ણ રીતે કાર્રવાઈ કરવામાં આવી રહી છે, જે રાજનીતિથી પ્રેરિત છે.

આ પણ વાંચોઃ લાવ-લશ્કર સાથે કુંભ આવી શકે છે પીએમ મોદી, થઈ શકે છે કેબિનેટ બેઠક

મનોજ અરોરાની વધારવામાં આવી સુરક્ષા
આ જ મામલામાં વધુ એક આરોપી અને વાડ્રાના સહયોગી મનોજ અરોરાની સુરક્ષામાં પટિયાલા હાઉસ કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. વાડ્રા પહેલા તેમના સહયોગી મનોજ અરોરાએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેમના પર રાજનૈતિક બદલો લેવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો.

robert vadra