PNB કેસમાં EDએ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી

11 July, 2019 07:20 PM IST  |  મુંબઈ

PNB કેસમાં EDએ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી

PNB કેસમાં EDએ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી

EDએ પંજાબ નેશનલ બેન્ક ગોટાળા મામલામાં ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. દુબઈમાં આવેલી ત્રણ સંપત્તિઓ પર પ્રવર્તન નિર્દેશાલયની નજર હતી, જેનું મૂલ્ય લગભગ 24 કરોડ રૂપિયા છે.


13 હજાર કરોડ રૂપિયાના આ ગોટાળામાં સહ આરોપી મેહુલ ચોક્સી હાલ એન્ટીગુઆમાં છે. ભારત સરકાર ભાગેડું કારોબારી મેહુલ ચોકસી અને નીરવ મોદીના પ્રત્યાર્પણના પ્રયાસો કરી રહ્યા છે.

મહત્વનું છે કે એંટીગુઓ સરકારે પંજાબ નેશનલ બેંકના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ કરવાની વાત કરી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે એંટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે તેમની નાગરિકતા રદ્દ કરવામાં આવશે અને તેને ભારતને સોંપવામાં આવશે. અમે અપરાધિઓને રક્ષણ નથી આપતા.

ચોક્સીએ કોર્ટમાં કહ્યું હતું કે વિદેશમાં ઈલાજ કરાવવા માટે તેણે જાન્યુઆરી 2018માં દેશ છોડ્યો હતો. તેણે કહ્યું હતું કે મે દેશને સંદિગ્ધ સ્થિતિમાં નથી છોડ્યો.

ચોક્સીએ એવું પણ કહ્યું હતું કે હું ઈલાજ માટે એંટીગુઆમાં રહું છું. પરંતુ તપાસમાં સહયોગ કરવા માટે હું તૈયાર છું. તેણે કહ્યું કે જો કોર્ટને એ યોગ્ય લાગે તો તપાસ અધિકારીઓને તેઓ એંટીગુઆ મોકલી શકે છે. ત્યારે જ ચોક્સીએ જણાવ્યું હતું કે તે તપાસમાં સામેલ થયા ઈચ્છા છે, પરંતુ ઈલાજના કારણે ભારત નથી આવી શકે તેમ.

આ પણ વાંચોઃ ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે અનલિમિટેડ, સરકારે કર્યા આંકડા જાહેર

પ્રવર્તન નિર્દેશાલય અને સીબીઆઈ 60 વર્ષિય ભાગેડુ ચોક્સી અને તેના ભાણેજની રાહ છે. નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે. મહત્વનું છે કે બ્રિટેનના હાઈકોર્ટ રૉયલ કોર્ટ ઑફ જસ્ટિસે નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી.

Nirav Modi national news