૧૫,૦૦૦ કરોડના હેરોઇન પ્રકરણમાં ઈડીએ દાખલ કર્યો મની લોન્ડરિંગ કેસ

22 September, 2021 12:07 PM IST  |  New Delhi | Agency

વિશ્વનો સૌથી મોટો અંદાજે ૩૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સની જપ્તીનો મામલો ચગ્યો

પ્રતીકાત્મક તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગઈ કાલે ગુજરાતના મુંદરા બંદરેથી જપ્ત કરવામાં આવેલા ૨૯૮૮.૨૨ કિલોગ્રામના હેરોઇન મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમ જ કેટલાક અફઘાનિસ્તાનના નાગરિકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વનો સૌથી મોટો ડ્રગ્સ જપ્તિનો આ મામલો છે. ડીઆરઆઇ દ્વારા સમગ્ર ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુંદરા પોર્ટના બે કન્ટેઇનરમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૨૯૮૮.૨૨ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. 
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલી આશી ટ્રેડિંગ કંપની દ્વારા અફઘાનિસ્તાનમાંથી ટેલ્કમ પાઉડર મગાવવામાં આવ્યો હતો, જે ઇરાનના અબ્બાસ પોર્ટથી મુંદરા આવ્યું હતું. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનમાંથી જ મોકલવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેઇનરની તપાસ કરવામાં આવી હતી. હેરોઇન હોવાની ખાતરી થયા બાદ અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ, ગાંધીધામ અને માંડવીમાં તપાસ કરવામાં આવી હતી.

5
એક કિલોગ્રામ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા કરોડ રૂપિયાની હોય છે. 

new delhi national news