સંસદમાં રજૂ થયો આર્થિક સર્વે, વિકાસ દર 7 ટકા રહેવાની આશા

04 July, 2019 12:57 PM IST  |  નવી દિલ્હી

સંસદમાં રજૂ થયો આર્થિક સર્વે, વિકાસ દર 7 ટકા રહેવાની આશા

સંસદમાં રજૂ થયો આર્થિક સર્વે

મોદી સરકાર 2નું પહેલું સામાન્ય બજેટ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે.  સામાન્ય બજેટના એક દિવસ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે.

આર્થિક સર્વે અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહીના વચ્ચે મંદીનું કારણે ચૂંટણીની અનિશ્ચિતત રહ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે એનબીએફસી સંકટના કારણે વિકાસ દરમાં ઘટાડો થયો છે. સર્વે અનુસાર ઈન્વેસ્ટમેન્ટ દર પોતાના નીચેના સ્તર પર પહોંચી છે. ઈકોનૉમિક સર્વના અનુસાર, નાણાકીય વર્ષ 2019માં ફિસ્કલ ડેફિસિટનો રેટ 5.8 ટકા રહેવાનું અનુમાન છે. જે નાણાકીય વર્ષ 2018માં 6.4 ટકા હતો. સર્વેમાં કહેવામાં આવ્યું છે વૈશ્વિક વિકાસદર ઓછો થવાના કારણે વેપાર અને વધતી જતી અનિશ્ચિતતાઓની અસર નિકાસ પર જોવા મળી શકે છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જીએસટી અને ફાર્મ સ્કીમ વિકાસને ધીમો કર્યો છે.

આર્થિક સર્વેના અનુસાર, દેશનો વિકાસ દર નાણાંકીય વર્ષ 2020માં વધવાની આશા છે. સર્વેના અનુસાર, એનપીએમાં ઘટાડો થતા કેપેક્સ સાયકલમાં વધારો થવાની આશા છે. ઈકોનૉમિક સર્વેમાં નાણાંકીય વર્ષ 2020માં તેલની કિંમતો ઓછી રહેવાનું અનુમાન છે. સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષણાં GDPની સરેરાશ દર 7.5 ટકા રહ્યો છે.

આ ઈકોનૉમિક સર્વે એવા સમયમાં રજૂ થયો છે જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસીકમાં આર્થિક વૃદ્ધિ દર  પાંચ વર્ષમાં સૌથી ઓછો 5.8 ટકા થઈ ગયો હતો. સાથે જ અર્થવ્યવસ્થા આ સમયે વિનિર્માણ અને કૃષિ ક્ષેત્રમાં પડકારોનો સામનો કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Budget:કિન્નરોને સરકાર દર મહિને આપશે આટલી રકમ

શું હોય છે આર્થિક સર્વે?
બજેટથી ઠીક પહેલા સંસદમાં નાણાંમંત્રીએ આર્થિક સર્વેના માધ્યમથી દેશની આર્થિક દશાની તસવીર રજૂ કરવામાં આવે છે. જેમાં જણાવવામાં આવે છે કે છેલ્લા 12 મહિના દરમિયાન દેશમાં વિકાસની શું સ્થિતિ રહી છે અને યોજનાઓનો કઈ રીતે અમલ કરવામાં આવ્યો. આર્થિક સર્વેમાં આ મામલે વિસ્તારથી જણાવવામાં આવે છે. જે બંને સદનમાં રજૂ થાય છે. આર્થિક સર્વેથી ગયા વર્ષની આર્થિક પ્રગતિના લેખા-જોખા મળે છે અને ત્યાં જ નવા નાણાંકીય વર્ષણાં આર્થિક વિકાસનો શું રસ્તો હશે, તેનું અનુમાન લાવવામાં આવશે.

Budget 2019 nirmala sitharaman