Gujarat Budget:કિન્નરોને સરકાર દર મહિને આપશે આટલી રકમ

ગાંધીનગર | Jul 02, 2019, 18:09 IST

રાજ્ય સરકારે પોતાના બજેટમાં સમાજના તમામ વર્ગને ધ્યાનાં રાખતી યોજનાઓ જાહેર કરવાની કોશિશ કરી છે. આ પ્રયત્ન અંતર્ગત રાજ્ય સરકારે વ્યંઢળો એટલે કે ત્રીજી જાતીના લોકોને મદદ માટે પણ એક ખાસ યોજનાની જાહેરાત કરી છે.

Gujarat Budget:કિન્નરોને સરકાર દર મહિને આપશે આટલી રકમ
Image Courtesy: NItin Patel Twitter

રાજ્ય સરકારે પોતાના બજેટમાં સમાજના તમામ વર્ગને ધ્યાનાં રાખતી યોજનાઓ જાહેર કરવાની કોશિશ કરી છે. આ પ્રયત્ન અંતર્ગત રાજ્ય સરકારે વ્યંઢળો એટલે કે ત્રીજી જાતીના લોકોને મદદ માટે પણ એક ખાસ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત સરકાર દર મહિને કિન્નરોને 1000 રૂપિયાની સહાય કરશે. આ યોજનાનો અમલ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવશે.

સરકારે કરેલી જાહેરાત પ્રમાણે જો લાભાર્થી અરજદાર ભારત સરકારે નક્કી કરેલા માપદંડ પ્રમાણે કિન્નર હોવા જરૂરી છે. આ ઉપરાંત કિન્નરની ઉંમર 40થી 60 વર્ષની હોવી જોઈે. રાષ્ટ્રીય પેન્શન યોજના અંતર્ગત તેમને 1 હજાર રૂપિયાની સહાય મળશે. જે લાભાર્થી કિન્નરના પોસ્ટ અકાઉન્ટ કે બેન્ક અકાઉન્ટમાં જમા થશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કિન્નરો-વ્યંઢળોએ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સી-બ્લોક, નર્મદા ભુવન, પહેલો માળ, જેલ રોડ, વડોદરાનો સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત વ્યંઢળના વાલીઓ માટે પણ રાષ્ટ્રીય પેન્શન યોજના અમલી છે. જેના માપદંડ પ્રમાણે વ્યંઢળ-કિન્નર અરજદારના માતા-પિતાએ સોગંદનામુ કરી પ્રમાણિત કરવાનું રહે છે. આ માટે બાળકની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવી જરૂરી છે. જો માતા-પિતાનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં સહાયની રકમ વાલીને મળશે. ત્રીજી જાતિના બાળકના માતા-પિતાને દર મહિને 1000નું પેન્શન ચૂકવવામાં આવે છે, જે તેના પોસ્ટ કે બેંક એકાઉન્ટમાં તે સીધી જમા થાય તેવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે.

આ પણ વાંચોઃ Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

આ સિવાય પણ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રાષ્ટ્રીય યોજના પણ અમલી છે. જેમાં ધોરણ 7થી 10 અને 11-12માં અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે. જો કો આ માટે ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીના માતા પિતાની આવક મર્યાદા 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK