દિલ્હી-NCRમાં ભૂકંપના 6.4ની તીવ્રતાના આંચકા

02 February, 2019 06:38 PM IST  | 

દિલ્હી-NCRમાં ભૂકંપના 6.4ની તીવ્રતાના આંચકા

દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આંચકા

દિલ્હીની સાથે સાથે જમ્મૂમાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા આવ્યા. ભૂકંપના ઝટકા લાગતાવી સાથે લોકો પોત-પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. ભૂકંપનું કેન્દ્ર હિંદુકુશ પર્વત શ્રૃંખલામાં જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે તેની ઉંડાઈ 205 કિલોમીટર હતી.

આ પણ વાંચોઃ ઠંડી થથરાવશે, આજે અને આવતીકાલે કોલ્ડવેવની આગાહી

જમ્મૂ કશ્મીરના પુંછમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હોવાના અહેવાલો છે. મહત્વનું છે કે ભારત-ચીન બોર્ડર પર આવેલા ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી.