RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું રાજીનામું, વ્યક્તિગત કારણ આપ્યું

24 June, 2019 09:59 AM IST  |  નવી દિલ્હી

RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું રાજીનામું, વ્યક્તિગત કારણ આપ્યું

વિરલ આચાર્ય (તસવીર સૌૈજન્ય-ANI)

પોતાનો કાર્યકાળ સમાપ્ત થવાના 6 મહિના પહેલા RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યું છે. હાલ તેમના રાજીનામાનું કારણ સામે નથી આવ્યું પરંતુ તેમણે વ્યક્તિગત કારણોનો હવાલો આપીને રાજીનામું આપ્યું છે. વિરલ આચાર્યએ RBIના ગવર્નરના રૂપમાં 23 જાન્યુઆરી 2017ના દિવસે જોઈન કર્યું હતું તેઓ લગભગ 30 મહિના સુધી આ પદ પર રહ્યા.


છેલ્લા સાત મહિનામાં આ બીજી વાર છે જ્યારે RBIના કોઈ ટોચના અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોય. આ પહેલા RBIના ગવર્નર ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોનો હવાલો આપીને પોતાનું રાજીનામું આપ્યું હતું. 2018માં વિરલ આચાર્ય ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે રીઝર્વ બેંકની સ્વાયત્તતાને જાળવી રાખવાની જરૂરને લઈને નિવેદન આપ્યું હતું. છેલ્લી બે મૌદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન મૉનેટરી પૉલિસી સમિતિના બાકી સભ્યો કરતા પોતાનો અલગ મત રાખ્યો હતો.

કોણ છે વિરલ આચાર્ય
1995માં IIT મુંબઈથી બી. ટેક. કર્યા બાદ વિરલ આચાર્યએ 2001માં ન્યૂયૉર્ક યૂનિવર્સિટીમાંથી નાણામાં પીએચડી કર્યું. વિરલ લંડન બિઝનેસ સ્કૂલમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી ચુક્યા છે. તેઓ ન્યૂયૉર્ક વિશ્વવિદ્યાલયના સ્ટર્ન સ્કૂલમાં નાણા વિભાગમાં 2008થી અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. 2017માં રજાઓ લઈને તેમણે રીઝર્વ બેંકના ડેય્યુટી ગવર્નરનું પદ સંભાળ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફરી એકવાર અધ્યયનના ક્ષેત્રમાં પાછા જઈ શકે છે.

આ પણ વાંચોઃ હવે ATM માં રોકડ નહીં હોય તો બેંકોએ દંડ ભરવો પડશે : RBI નો આદેશ

ઉર્જિત પટેલે આપ્યું હતું રાજીનામું

9 ડિસેમ્બરના દિવસે RBIના તત્કાલિન ગવર્નર ઉર્જિત પટેલે અંગત કારણોથી રાજીનામું આપ્યું હતું. જે બાદ શક્તિકાંત દાસને ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં પૂર્ણ થવાનો હતો પરંતુ તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું. 1900 પછી ઉર્જિત પટેલ RBIના પહેલા એવા ગવર્નર હતા જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું.

reserve bank of india