નવા સાંસદોને જલસા : દિલ્હીમાં રહેવા મળશે સાત રૂમનું ઘર

10 June, 2019 11:37 AM IST  |  નવી દિલ્હી

નવા સાંસદોને જલસા : દિલ્હીમાં રહેવા મળશે સાત રૂમનું ઘર

સાંસદો

નવા ચૂંટાયેલા સાંસદોને હવે દિલ્હીમાં ઘર માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે. પહેલી વખત ચૂંટાયેલા સાંસદો માટે દિલ્હીના પૉશ વિસ્તાર ગણાતા લુટિયન્સ ઝોનમાં નવાં ઘરો બનાવવામાં આવ્યાં છે. આવાસ મંત્રાલયે પહેલા તબક્કામાં નૉર્થ અવૅન્યુમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનાં ૩૬ ડુપ્લેક્સ સરકારને સોંપી દીધાં છે. આ ડુપ્લેક્સમાં સાત રૂમ હશે અને સંસદસભ્યને કાર્યાલયના સંચાલન માટે પણ જગ્યા ફાળવાશે. આ ઘરોમાં ઉર્જા‍ની જરૂરિયાત સોલર એનર્જીથી પૂરી થશે.

દરેક ઘરમાં વાહન પાર્ક કરવાની પણ સુવિધા છે. આમ તો શહેરી આવાસ મંત્રાલય સાંસદો માટે ૨૦૦ ડુપ્લેક્સ બનાવવાનાં છે. પહેલા તબક્કામાં જેના ભાગરૂપે ૩૬ ડુપ્લેક્સ બનાવાયાં છે. આ વખતે નવા સાંસદોને આ ૩૬ ડુપ્લેક્સની ફાળવણી કરાશે.

આ પણ વાંચો : અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ ન્યાય માટે લોકો રસ્તા પર ઊતર્યા

નવા ચૂંટાયેલા સાંસદો માટે હાલમાં નૉર્થ અને સાઉથ અવૅન્યુમાં પાંચ રૂમવાળા ફ્લૅટ છે જ્યાં જગ્યાની અછત અને પાર્કિંગની સમસ્યાના કારણે ૨૦૧૪માં મોદી સરકારે સાંસદો માટે નવા રહેઠાણ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી હતી.

national news delhi