કાંદાની વધતી જતી કિંમતને લઈને રામવિલાસ પાસવાનની બેઠક, રાહતની આશા

06 November, 2019 04:44 PM IST  |  Mumbai Desk

કાંદાની વધતી જતી કિંમતને લઈને રામવિલાસ પાસવાનની બેઠક, રાહતની આશા

કાંદાની સતત વધતી જતી કિંમત વચ્ચે ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે કિંમત પાછળ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું કારણ એવું છે. વરસાદ અને પૂરને કારણે ઘણું નુકસાન થયું છે. જો કે, તેમણે આશા દર્શાવતાં કહ્યું છે કે નવેમ્બરના અંત સુધી આમાંથી રાહત મળી જશે.

ગયા અઠવાડિયામાં વધી કિંમતો
નોંધનીય છે કે કાંદાની કિંમતમાં સતત વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાંદા 80થી 100 રૂપિયે કિલોગ્રામ સુધી મળી રહ્યા છે. કેટલાય રિપોર્ટમાં દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં આવેલા ભારે વરસાદને કારણે કાંદાની કિંમતમાં વધારો થયો છે. વરસાદ પછી કાંદાના સપ્લાયમાં ઘટાડો થયો છે.

પાસવાને કરી બેઠક

આજે (બુધવાર) કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને વધતી કિંમત અને કાંદાની આયાત મુદ્દે ઉપભોક્તા મામલે સવિવ એકે શ્રીવાસ્તવ અને ખાદ્ય સચિવ રવિકાન્ત સાથે મુલાકાત કરી. જણાવીએ કે કેટલાય રાજ્યોમાં કાંદાની કિંમત 90 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાંથી જ કાંદા આખા દેશમાં મોકલવામાં આવે છે. દરમિયાન સરકારે દાવો કર્યો ચે કે ટૂંક સમયમાં જ કાંદાનો બાવ ઘટી જશે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

દિલ્હીમાં 45 ટકા વધી કાંદાની રિટેલ વેલ્યુ
વાત કરીએ દેશની રાજધાની દિલ્હીની તો છેલ્લા એક અઠવાડિયામાં કાંદાની રિટેલ કિંમતમાં 45 ટકાનો વધારો થઈને કાંદા 80 રૂપિયા કિલો થઈ ગયા છે. સરકારી આંકડાઓ પ્રમાણે, 1 ઑક્ટોબર સુધી કાંદાની કિંમત 55 રૂપિયા કિલો હતી. ગયા વર્ષની તુલનામાં કાંદાના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. ચર્ચાઓ પ્રમાણે સરકારે મિસ્ત્ર, ટર્કી અને અફઘાનિસ્તાનમાં ખાનગી આયાતની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

ram vilas paswan national news