૧૧,૦૦૦ વૉલ્ટના વીજળીના થાંભલા પર ચડીને વાયરો પર સૂઈ ગયા આ ભાઈ

26 June, 2026 11:48 AM IST  |  Maharajganj | Gujarati Mid-day Correspondent

પોલીસે ઇલેક્ટ્રિસિટી વિભાગના અધિકારીઓ સાથે મળીને તેને સહીસલામત રીતે નીચે ઉતાર્યો હતો

દારૂના નશામાં ધુત ભાઈએ કર્યું હતું કૃત્ય

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના એક ગામમાં દારૂના નશામાં ધુત એક ભાઈ ૧૧,૦૦૦ વૉલ્ટના વીજળીના થાંભલા પર ચડી ગયા હતા અને વાયરો પર સૂઈ ગયા હતા, જેને જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે નશામાં ધુત આ વ્યક્તિનું નસીબ જોર કરતું હતું. તેણે હાઈ-વૉલ્ટેજ વાયર પર ચડવાનું પરાક્રમ શરૂ કર્યું ત્યારે કોઈએ ઇલેક્ટ્રિસિટી વિભાગના લોકોને જાણ કરી દીધી હતી જેને પગલે વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને એટલે ભાઈ કરન્ટથી બચી ગયા. પોલીસે ઇલેક્ટ્રિસિટી વિભાગના અધિકારીઓ સાથે મળીને તેને સહીસલામત રીતે નીચે ઉતાર્યો હતો.

uttar pradesh viral videos offbeat news national news news