DRDOએ જાહેર કર્યો મિશન શક્તિનો વીડિયો

07 April, 2019 02:20 PM IST  | 

DRDOએ જાહેર કર્યો મિશન શક્તિનો વીડિયો

DRDOએ જાહેર કર્યો વીડિયો

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની જાહેરાત બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે મોદી સરકારની આલોચના કરતા કહ્યું હતું કે, દેશની આ ક્ષમતાને છુપાવીને રાખવી જોઈએ પરંતુ મોદી સરકારે તેને જાહેર કરી તેમણે આવું ન કરવુ જોઈએ. આ સિવાય પણ મિશન શક્તિની સફળતાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે DRDOએ મિશન શક્તિના પ્રેઝન્ટેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મિશન શક્તિને લઈને બધી માહિતી આપવામાં આવી છે.

આ વિશે વાત કરતા DRDO પ્રમુખ જી સતીશ રેડ્ડીએ વાત કરતા કહ્યું હતુ્ં કે, મિશન શક્તિની પ્રકૃતિ એવી છે કે, તેને કોઈ પણ રીતે ગુપ્ત રાખી શકાય તેમ નથી અને ઉપગ્રહોને દુનિયાભરના ઘણા દેશોના સ્પેસ સ્ટેશનો દ્વારા ટ્રેક કરવામાં આવે છે. આ મિશનને લઈને જરુરી બધી જ મંજૂરીઓ લેવામાં આવી હતી. મંજૂરીને અંતર્ગત આ પરિક્ષણ કરાયુ હતુ જે સફળ થયું છે.

શું છે મિશન શક્તિ?

ભારતે અંતરીક્ષમાં પણ યુદ્ધ મારક ક્ષમતા હવે પ્રાપ્ત કરી છે. મિશન શક્તિ એટલે અંતરિક્ષમાં મિસાઈલથી સેટેલાઈટ પર અટેક કરવો. મિશન શક્તિના પરિક્ષણમાં માત્ર 3 મિનિટની અંદર જ ભારતે અંતરીક્ષના લો-ઓર્બિટમાં જઈને એક સેટેલાઈટને તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટને એન્ટી-સેટેલાઈટ મિસાઈલ દ્વારા તોડી પડાયો હતી જે ભારત દ્વારા તૈયાર કરાઈ છે. આ એક એવી સિસ્ટમ છે જે અંતરીક્ષમાં જઈને સેટેલાઈટને ટાર્ગેટ કરવામાં સક્ષમ છે.

narendra modi