રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુ બીજેપીનાં ઉમેદવાર

22 June, 2022 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીએ આખરે ગઈ કાલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનાં ઉમેદવાર જાહેર કર્યાં હતાં.

દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હી ઃ બીજેપીએ આખરે ગઈ કાલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનાં ઉમેદવાર જાહેર કર્યાં હતાં. ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદ માટે બીજેપીની પસંદગી છે. દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે અને આમ પણ બીજેપી રાષ્ટ્રપતિપદ માટે આદિવાસી ચહેરાની જ પસંદગી કરશે એમ મનાતું હતું. મુર્મુ ઓડિશાના આદિવાસી સમાજમાંથી આવે છે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપીની સંસદીય બોર્ડની ગઈ કાલે મીટિંગ મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદ માટે પાર્ટીના ઉમેદવારના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. 
પાર્ટીના મુખ્યાલય ખાતે મળેલી મીટિંગમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા તેમ જ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા. 

national news new delhi