ડોનલ્ડ ટ્રમ્પે નિભાવ્યું નરેન્દ્ર મોદીને આપેલું વચન

15 June, 2020 11:52 AM IST  |  Mumbai Desk | Agencies

ડોનલ્ડ ટ્રમ્પે નિભાવ્યું નરેન્દ્ર મોદીને આપેલું વચન

(ફાઇલ ફોટો)

કોરોના સામેના જંગની મદદ માટે અમેરિકાથી ૧૦૦ વેન્ટિલેટર સોમવારે ભારત પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વચન બાદ આ વેન્ટિલેટરનું બેસબરીથી રાહ જોવાતી હતી. ઉચ્ચ ટેક્નિકવાળાં આ વેન્ટિલેટર અમેરિકી ફર્મ જૉલે બનાવ્યાં છે અને શિકાગોથી ભારત મોકલવામાં આવી રહ્યાં છે.

કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું કે પહેલા જથ્થામાં ૧૦૦ વેન્ટિલેટર ઇન્ડિયાના એક વિમાનમાં ભારત પહોંચશે. અહીં આવ્યા બાદ આઇઆરસીએસમાં એક નાનો ઉદ્ઘાટન સમારોહ હશે. ત્યાર બાદ વેન્ટિલેટર હૉસ્ટિપલમાં વહેંચવામાં આવશે. ડોનલ્ડ ટ્રમ્પે ૧૬ મેએ ટ્‌વિટર પર લખ્યું હતું કે ‘મને એ વાત જણાવતાં ગર્વ થઈ રહ્યો છે કે અમેરિકા પોતાના મિત્ર ભારતને મહામારી સામેની લડતમાં મદદ માટે વેન્ટિલેટર દાન કરશે. અમે આ મુશ્કેલ સમયમાં ભારત અને નરેન્દ્ર મોદી સાથે ઊભા છીએ.’

donald trump narendra modi national news international news united states of america india