હિન્દુજા પરિવારમાં 83,000 કરોડની સંપત્તિ માટે ચાર ભાઈઓ વચ્ચે વિવાદ

25 June, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

હિન્દુજા પરિવારમાં 83,000 કરોડની સંપત્તિ માટે ચાર ભાઈઓ વચ્ચે વિવાદ

હિન્દુજા ભાઈઓ

હિન્દુજા પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ ઊભો થયો છે. આ વિવાદ ૮૩,૦૦૦ કરોડની સંપત્તિનો છે. જોકે જે પત્રમાંથી વિવાદ શરૂ થયો એ ૨૦૧૪નો છે. હિન્દુજા ભાઈઓ વચ્ચે ચારેય ભાઈઓના સાઇન થયેલ પત્રને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક ભાઈ પાસે જે સંપત્તિ છે એ બધાની છે અને દરેક વ્યક્તિ એના વહીવટકર્તા તરીકે અન્યની નિમણૂક કરશે, પરંતુ ૮૪ વર્ષના શ્રીચંદ હિન્દુજા અને તેમનાં પુત્રી વીનુ આ પત્રને બેકાર જાહેર કરવા માગે છે.

લંડનના જજના નિર્ણય સાથે આ વિવાદ મંગળવારે સામે આવ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે અન્ય ત્રણ ભાઈઓ ગોપીચંદ, પ્રકાશ અને અશોકે હિન્દુજા બૅન્કનો કબજો મેળવવા માટે પત્રનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંપત્તિ ફક્ત શ્રીચંદના નામે હતી. ન્યાયાધીશે કહ્યું, શ્રીચંદ અને વીનુ ઇચ્છે છે કે કોર્ટ નિર્ણય કરે કે આ પત્રની કોઈ કાનૂની અસર ન હોવી જોઈએ અને એને વિલ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. તેમણે કહ્યું હતું કે શ્રીચંદે વર્ષ ૨૦૧૬માં આગ્રહ કર્યો હતો કે પત્ર તેની ઇચ્છા વ્યક્ત કરતો નથી અને પરિવારની સંપત્તિ એનાથી અલગ થવી જોઈએ.

એક નિવેદનમાં ત્રણેય ભાઈઓએ કહ્યું કે આ કેસની તેમના ધંધા પર કોઈ અસર નહીં પડે અને કાર્યવાહી અમારા સંસ્થાપક અને કુટુંબિક મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ સિદ્ધાંતો દાયકાઓથી છે. અમારો સિદ્ધાંત એ છે કે બધું જ દરેકનું છે અને કંઈ પણ કોઈનું નથી.

new delhi national news