73rd Republic Day: ગણતંત્ર દિવસે પીએમ મોદીની ટોપીની ચર્ચા, સલામી પણ જુદી

26 January, 2022 08:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી હકી. આ ટોપી પર બ્રહ્મકમળ છપાયેલું હતું. આની સાથે જ, તેમણે મણિપુરનો ગમછો પહેર્યો હતો.

તસવીર સૌજન્ય મિડ-ડે પીટીઆઇ

ભારતના 73મા ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પ્રકારની ટોપી અને ગમછો ઓઢ્યો હતો. આની સાથે જ, તેમણે ગણતંત્ર દિવસના અવસરે ખાસ અંદાજમાં તિરંગાને સલામી આપી. 

ખાસ અંદાજમાં દેખાયા પીએમ મોદી
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી હતી. આ ટોપી પર બ્રહ્મકમળ છપાયેલું હતું. આની સાથે જ તેમણે મણિપુરનો ગમછો લીધો હતો. ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ જે અંદાજમાં તિરંગગાને સલામી આપી, તે નૌસેનાને સમર્પિત હતી.

ખાસ અંદાજમાં આપી સલામી
રિપૉર્ટ્સ પ્રમાણે, સેનાના ત્રણેય અંગોની સલામીના અંદાજ અલગ-અલગ હોય છે. 73મા ગણતંત્ર દિવસ સમારોહમાં તિરંગો  ફરકાવવા દરમિયાન પીએણ મોદીએ નૌસેનાના અંદાજમાં સલામી આપી. નૌસેનામાં સલામી હંમેશા જમણા હાથના પંજાને થોડું આગળ તરફ નમાવીને આપવામાં આવે છે.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ
આની સાથે જ, રાજપથ પર તિરંગો લહેરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ ગયા. ત્યાં તેમણે સેનાના જવાનોને સલામી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી શુભેચ્છાઓ
ગણતંત્ર દિવસના અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. તેમણે કહ્યું કે હું દેશવાસીઓને 73મા ગણતંત્ર દિવસના અવસરે હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આપણે આજના દિવસે તે વીર જવાન અને શહીદોની શહાદત યાદ રાખવી જોઇએ, જેમને કારણે આપણને દેશની આઝાદી મળી. હું તે બધાને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

national news republic day narendra modi