Dhirubhai Ambani Birthday: વહુ ટીના અંબાણી થયા ભાવુક, તસવીર શેર કરી કહ્યું કે...

28 December, 2022 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે એટલે કે 28 ડિસેમ્બર, 2022ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ (Dhirubhai Ambani Birthday)છે.

તસવીર સૌજન્ય: ટીના અંબાણી ઈન્સ્ટાગ્રામ

આજે એટલે કે 28 ડિસેમ્બર, 2022ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ (Dhirubhai Ambani Birthday)છે. આજે ભલે તે આ દુનિયામાં નથી, પરંતુ આ દિવસે સમગ્ર અંબાણી પરિવાર તેમને યાદ કરે છે. આ ખાસ અવસર પર ધીરુભાઈની નાની વહુ અને અનિલ અંબાણી (Anil Ambani)ની પત્ની ટીના અંબાણી (Tina Ambani)એ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા છે.

ટીના અંબાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં આપણે અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમના બે બાળકો સાથે જોઈ શકીએ છીએ. જ્યારે ધીરુભાઈ અંબાણી ખુરશી પર બેઠા છે. બીજી તસવીર ધીરુભાઈ અંબાણીના એકની જ તસવીર છે. જો કે ટીનાએ ફોટા સાથે જે કેપ્શન લખ્યું છે તે એકદમ ક્યૂટ છે. તેણે લખ્યું, “પપ્પા તમને હદની બહાર યાદ કરીએ છીએ, પરંતુ જ્યારે અમે અમારી આંખો બંધ કરીએ છીએ, અમારા વિચારો એકત્રિત કરીએ છીએ અને પ્રેરણા શોધીએ છીએ, તમે ચોક્કસપણે ત્યાં છો! યાદો માટે અને અમે શ્રેષ્ઠ તથા મજબૂત બની શકીએ તેવી પ્રેરણા આપવા બદલ આભાર."

અંબાણી પરિવારને વિશ્વનો સૌથી ધનિક પરિવાર બનાવવાનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જૂનાગઢના ચોરવાડ ગામમાં થયો હતો. તેમના પિતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી શિક્ષક હતા. સાથે સાથે તેમના માતા જમનાબેન સામાન્ય ગૃહિણી હતા. ધીરુભાઈને રમણીકભાઈ, ધીરુભાઈ, નાથુભાઈ, ત્રિલોચનાબેન અને જસુમતીબેન નામના પાંચ ભાઈ-બહેન હતા. યમનમાં નોકરી કર્યા પછી, તેઓ વ્યવસાય તરફ વળ્યા અને 1966 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. 

આ પણ વાંચો:જુડવા બાળકો સાથે ઈશા અંબાણી આવી ભારત, નાનીએ ખોળામાં લઈ કર્યો વ્હાલ

ધીરુભાઈ અંબાણીએ વર્ષ 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલને ચાર બાળકો થયા જેમાંથી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે બધા જાણે છે. આ સિવાય તેમની બે દીકરીઓ પણ છે, જેનું નામ નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર છે.

national news kokilaben dhirubhai ambani hospital mukesh ambani anil ambani mumbai business news reliance