ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરી દીધું ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રીએ

23 July, 2026 10:22 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નૈમિષાએ ૨૦૨૩માં અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ લૉની ડિગ્રી લીધી છે.

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાન

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાને વિદેશમાં શૈક્ષણિક ડિગ્રી મેળવવાના ઑનલાઇન વિરોધને પગલે તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિસેબલ કરી દીધું છે. નૈમિષાએ ૨૦૨૩માં અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ લૉની ડિગ્રી લીધી છે. ઘણા ભારતીય સોશ્યલ મીડિયા યુઝર્સે ટફ્ટ્સ યુનિવર્સિટીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો’ એવી પોસ્ટ કર્યા પછી નૈમિષા પ્રધાને આ નિર્ણય લીધો હતો.
ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રીને ટૅગ કરતી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘તેણે દેશની શિક્ષણવ્યવસ્થાને કારણે વિદેશમાં શિક્ષણ મેળવ્યું છે, કારણ કે તેને ખબર છે ભારતીય શિક્ષણ કેવું છે. લાખો ભારતીય વિદ્યાર્થીઓ આ વાત પહેલાંથી જ જાણે છે. આપણી શિક્ષણવ્યવસ્થા નિષ્ફળ રહી છે. જો અન્ય વિદ્યાર્થીઓ પાસે વિશેષાધિકાર અને પૈસા હોત તો તેઓ પણ વિદેશમાં અભ્યાસ કરવા ગયા હોત.’

national news india Education indian government instagram