29 October, 2025 12:03 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શેખ હસીના
બંગલાદેશમાં ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શ્યસનેસ (ISKCON) સંગઠન ધાર્મિક કટ્ટરતા ફેલાવે છે એવો દાવો કરીને એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી ઊઠી છે. શુક્રવારે જુમ્માની નમાજ પઢ્યા પછી ઢાકા અને ચટગાંવ જેવાં શહેરોમાં હિફાઝન-એ-ઇસ્લામ અને ઇંતિફાદા બંગલાદેશ જેવાં કટ્ટરપંથી સંગઠનોએ ISKCONને ચરમપંથી હિન્દુત્વવાદી સંગઠન બતાવીને એના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
બંગલાદેશમાં અવારનવાર હિન્દુ મંદિરો પર હુમલા થતા આવ્યા છે, જ્યારે ISKCON સંગઠન પૂર જેવી પરિસ્થિતિ કે કટોકટીમાં લોકોને ભોજન કરાવવાનાં કામો કરતું આવ્યું છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે તાજેતરમાં જ છોડેલા અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી જસીમુદ્દીન રહમાનીએ ISKCON પર પ્રતિબંધ લગાવવાને આજના સમયની જરૂરિયાત ગણાવી હતી.
૨૦૨૪ના ઑગસ્ટ મહિનામાં શેખ હસીનાની સરકાર પડી ભાંગી એ પછી ISKCON અને હિન્દુ સમુદાયવિરોધી હુમલાઓ બંગલાદેશમાં વધી ગયા છે.
સંસદસભ્ય શત્રુઘ્ન સિંહા લાપતા છે
પશ્ચિમ બંગાળના આસનસોલમાં ત્યાંના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહા માટે પોસ્ટર લાગ્યાં છે જેમાં તેમને લાપતા ગણાવવામાં આવ્યા છે. તૃણમુલ કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા શત્રુઘ્ન સિંહા ઘણા સમયથી પોતાના મતદારક્ષેત્રમાં નથી ગયા એટલે ત્યાંની જનતા વીફરી છે.