આવતીકાલથી ખુલશે દિલ્હી

06 June, 2021 08:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

 નવી દિલ્હી ઃ (એ.એન.આઇ.) દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે, જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. 
સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. 
દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે. 

national news new delhi delhi news arvind kejriwal unlock