રહેવાલાયક શહેરોના ઇન્ડેક્સમાં દિલ્હી ૧૪૦મા સ્થાને

06 July, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ૧૪૧મા, ચેન્નઈ ૧૪૨મા, અમદાવાદ ૧૪૩મા, જ્યારે બૅન્ગલોર ૧૪૬મા સ્થાને છે

રહેવાલાયક શહેરોના ઇન્ડેક્સમાં દિલ્હી ૧૪૦મા સ્થાને

નવી દિલ્હીઃ ભારતનાં અનેક શહેરો કદાચ રહેવાલાયક જ નથી. જેમાં દેશની રાજધાની દિલ્હી, માયાનગરી મુંબઈ અને ભારતની સિલિકૉન વૅલી બૅન્ગલોર પણ સામેલ છે. તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા દુનિયાભરનાં રહેવાલાયક શહેરોના ઇન્ડેક્સથી એનો ખ્યાલ આવે છે. ગ્લોબલ મીડિયા અને ઇન્ફર્મેશન સર્વિસ કંપની ધ ઇકૉનૉમિસ્ટ ગ્રુપના રિસર્ચ અને ઍનૅલિસિસ ડિવિઝન ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે દુનિયાભરનાં શહેરોને તેમની રહેવાલાયક સ્થિતિનું ઍનૅલિસિસ કરીને રૅન્કિંગ આપતો ઇન્ડેક્સ જાહેર કર્યો છે. 
ભારતીય શહેરોની કેવી સ્થિતિ છે?
પહેલી વખત આ ઇન્ડેક્સમાં ચેન્નઈ, બૅન્ગલોર અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં આ ઇન્ડેક્સમાં ભારતીય શહેરોમાં માત્ર દિલ્હી અને મુંબઈનો જ સમાવેશ કરવામાં આવતો હતો. આદર્શ સ્કોર ૧૦૦ છે. ભારતીય શહેરોમાં ૫૬.૫ સ્કોર સાથે નવી દિલ્હી ટૉપ પર ૧૪૦મા સ્થાને છે. જેના પછી ૫૬.૨ સ્કોર સાથે મુંબઈ ૧૪૧મા સ્થાને, ૫૫.૮ સ્કોર સાથે ચેન્નઈ ૧૪૨મા સ્થાને, ૫૫.૭ સ્કોર સાથે અમદાવાદ ૧૪૩મા સ્થાને, જ્યારે ૫૪.૪ સ્કોર સાથે બૅન્ગલોર ૧૪૬મા સ્થાને છે. 
ઇન્ડેક્સમાં કયાં ફૅક્ટર્સને ધ્યાનમાં લેવામાં આવે છે?
આ ઇન્ડેક્સ અનુસાર કોઈ શહેર રહેવાલાયક છે કે નહીં એ બાબત પાંચ પરિબળો- સ્થિરતા, આરોગ્ય સુવિધાઓ, સંસ્કૃતિ અને પર્યાવરણ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નક્કી થાય છે. આ ઇન્ડેક્સમાં દુનિયાભરનાં ૧૭૩ શહેરોમાં રહેવાલાયક સ્થિતિનું ઍનૅલિસિસ કરવામાં આવ્યું હતું. 
ઇન્ડેક્સમાં ટોચના સ્થાને રહેલાં શહેરો
વિયેના, ઑસ્ટ્રિયા
કોપનહેગન, ડેન્માર્ક
ઝ્યુરિક, સ્વિટ્ઝરલૅન્ડ અને 
કૅલગરી, કૅનેડા
વૅનકુવર, કૅનેડા
જીનિવા, સ્વિટ્ઝરલૅન્ડ
ફ્રૅન્કફર્ટ, જર્મની
ટૉરોન્ટો, કૅનેડા
ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્સ
ઓસકા, જપાન, મેલબૉર્ન,​ઑસ્ટ્રેલિયા

national news new delhi