Weather Updates: દિલ્હી-NCRમાં રાતથી જોરદાર વરસાદ, હવામાનમાં ટાઢક

18 October, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સવારે પણ જોરદાર વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગ પ્રમાણે, આ વરસાદ આગળ પણ જળવાઇ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત એનસીઆર (Delhi-NCR Rain)માં હવામાને વળાંક લેવાનું શરૂ કરી દીધું છે. રવિવારથી થતી રિમઝિમ વર્ષા સોમવાર સવાર સુધી જળવાયેલી છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સવારે પણ જોરદાર વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગ પ્રમાણે, આ વરસાદ આગળ પણ જળવાઇ શકે છે.

નોએડામાં રવિવારે રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે મોસમ ખુશનુમા થઈ ગયો છે અને સાથે હવામાં પણ ઠંડકનો અનુભવ કરાવ્યો છે. સતત વરસાદથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે.


વરસાદને કારણે પ્રદૂષણથી રાહત મળવાની અણસાર છે. રવિવારથી થતા વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહનોના આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


દિલ્હી સિવાય હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD)પ્રમાણે, આખા દિલ્હી સાથે હરિયાણાના ગુરુગ્રામ, ગોહાના, ગન્નૌર, હોડલ, પલવલ, ફરીદાબાદ, બલ્લબગઢ, પાણીપત, સોહાના, માનેસર, ભિવાની, નૂંહ, રેવાડી, નારનૌલ, કરનાલ, રોહતક અને કોસલી તથા આસપાસના વિસ્તારોમાં વીજળીના ગરજાટની સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં નોએડા, ગાઝિયાબાદ, ગ્રેટર નોએડા, બુલંદશહેર, શામલી, અતરૌલી, દેવબંદ, નજીબાબાદ, મુઝફ્ફરનગર, કાંધલા, બિઝનૌર, ખતૌલી, હસ્તિનાપુર, મેરઠ, મોદીનગર, હાપુડ, ગઢમુક્તેશ્વર, મુરાદાબાદ, ટૂંડલા, મથુરા, અલીગઢ, હાથરસ, આગરા તેમજ રાજસ્થાનમાં નદબઇ, ભરતપુર, નગરમાં આગામી બે કલાક વરસાદ રહેશે.

national news delhi new delhi delhi news