15 ઑગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, દિલ્હી પોલીસે જપ્તા કર્યા 2000 જીવંત કારતૂસ

12 August, 2022 03:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દરોડા દરમિયાન પોલીસે લગભગ 2000 જીવંત કારતૂસ સહિત મોટા જથ્થાંમાં દારૂ-ગોળો જપ્ત કર્યો છે. તો પોલીસે તસ્કરીમાં સામેલ 6 તસ્કરોની ધરપકડ પણ કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

દિલ્હી પોલીસે (Delhi Police) 15 ઑગસ્ટ પહેલા દારૂ ગોળાની તસ્કરીમાં સામેલ એક ગ્રુપનો ભાંડાફોડ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે લગભગ 2000 જીવંત કારતૂસ સહિત મોટા જથ્થાંમાં દારૂ-ગોળો જપ્ત કર્યો છે. તો પોલીસે તસ્કરીમાં સામેલ 6 તસ્કરોની ધરપકડ પણ કરી છે.

દિલ્હી પોલીસે કારતૂસનો સપ્લાય કરનારા 6 આરોપીઓની ધરપકડ કરતા મોટા ષડયંત્રનો પર્દાફાર્શ કર્યો છે. પૂર્વી દિલ્હી પોલીસે આનંદ વિહાર વિસ્તારમાંથી 2 બેગમાં ભારે માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે. તો દિલ્હીમાં હાય અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પોલીસનું એવું માનવું છે કે 15 ઑગસ્ટ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આરોપિત મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોલીસ આરોપીઓની પૂછપરછ કરે છે. આ પહેલા આઇબીએ એક રિપૉર્ટ જાહેર કરી દિલ્હી પોલીસને સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નિર્દેશ આપ્યા હતા.

આઇબીએ આપી ચેતવણી
જણાવવાનું કે આ મહિનામાં આઇબીએ 10 પાનાંના એક રિપૉર્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદી 15 ઑગસ્ટના આતંકવાદી હુમલા કરી શકે છે. એવામાં દિલ્હી પોલીસને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા હતા. દિલ્હી પોલીસે પણ સતર્ક રહેવા અને સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે આઇબીના નિર્દેશ પર લાલ કિલ્લાની પરિધિને કવર કરનારા ઉત્તરી જિલ્લા અને મધ્ય જિલ્લામાં મોટી સંખ્યામાં કેમેરા લગાડી રહી છે. આ કેમેરા આઇપી- આધારિત ફેસ ડિટેક્શન, પીપલ મૂવમેન્ટ ડિટેક્શન, ટ્રિપવાયર, ઑડિયો ડિટેક્શન, ઇન્ટ્રજન, ડિફોક્સ વગેરે સુવિધાથી લેસ હશે.

national news new delhi