23 February, 2026 03:44 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય મિડ-ડે )
પાટનગર દિલ્હીના કેટલાક મહત્ત્વના અને ભીડવાળા વિસ્તારોમાં ફર ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સુરક્ષા એજન્સી અને પ્રશાસને તપાસ શરૂ કરી દીધી છે. બૉમ્બની ધમકી બાદ પાટનગરમાં હોબાળો મચી ગયો છે. સોમવારે સવારે દિલ્હીની વિધાનસભા અને લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી, જેને પગલે હવે સુરક્ષા કડડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીઓ ઈ-મેલ દ્વારા આવી હોવાનું કહેવાય છે. પાટનગરના ધૌલા કુઆન ખાતે આવેલી એક આર્મી શાળાને લગભગ સવારે સાત વાગ્યે આ ઈ-મેલ મળ્યો હતો, જેમાં સ્પષ્ટ પણે ધમકી આપવામાં આવી હતી કે સવારે નવથી ૧૧ વાગ્યા સુધી કેટલાક મહત્ત્વના ભાગોમાં બ્લાસ્ટ કરવામાં આવશે.
ઈ-મેલમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ શાળાએ તેની જાણ ઉત્તર જિલ્લા પોલીસને કરી હતી અને તેમણે સુરક્ષા એજન્સી સાથે મળીને વિધાનસભા અને લાલ કિલ્લા નજીક સુરક્ષાને પગલે કડક બંદોબસ્ત ગોઠવ્યો અને મોટી સંખ્યામાં કર્મચારીઓને તહેનાત કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જોકે હજી સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી નથી. પ્રશાસન ઈ-મેલ કયાથી મોકલવામાં આવ્યો છે તેની તપાસ કરી રહી છે અને કોઈએ મજાક કરી છે અથવા કોઈ કાવતરું છે તેની તે મામલે પણ આગળ તપાસ શરૂ રાખ્યો છે. એ વાત નોંધવા જેવી છે કે છેલ્લા અઠવાડિયાથી દિલ્હીના અનેક વિસ્તારો અને સંસ્થાઓને આવી જ રીતે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપતા ઈ-મેલ મળ્યા છે, જેને લીધે પોલીસ ઍલર્ટ મોડ પર છે અને તેની સામે કડક પગલાં લઈ રહી છે.
લાલ કિલ્લા અને વિધાનસભાને મળેલી ધમકીઓ પહેલા પણ ગયા ગુરવારે ત્રણ શાળાને ઈ-મેલમાં બૉમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. આ વાતની જાણ થતાં જ એજન્સીઓએ તરત જ શાળાને ખાલી કરાવી હતી અને તપાસ હાથ ધરી જોકે કોઈએ માત્ર ખોટો ઈ-મેલ મળ્યો હોવાનું જાણ થતાં તપાસ બંધ કરવામાં આવી હતી. દિલ્લી અગ્નિશમન દળના અધિકારીઓએ માહિતી આપતા તેમણે કહ્યું કે “ત્રણ શાળા, જેમાં દ્વારકા સ્થિત CRPF પબ્લિક સ્કૂલ અને સેન્ટ થૉમસ સ્કૂલ તેમ પશ્ચિમ એન્ક્લેવ ખાતેની DV સેન્ટેનરી પબ્લિક શાળાનો સમાવેશ થાય છે તેને ઈ-મેલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી તે બાદ અગ્નિશમનની ગાડીઓ અને સુરક્ષા દળ તહેનાત શાળા પરિસરમાં તહેનાત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈપણ જોખમી વસ્તુ મળી આવી નહીં. સ્થાનિક પ્રશાસન અને ટીમ બૉમ્બ સ્કવૉડ, પોલીસ અને ડૉગ સ્કવૉડ શાળાએ પહોંચ્યા હતા અને તેમણે તપાસ કરવા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિસ્તારમાંથી બહાર કાઢ્યા હતા. દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે તેમણે પરિસારની સંપૂર્ણ પણે તપાસ કરી છે અને સાયબર સેલની ટીમ પણ ઈ-મેલ કયાથી આવ્યો તેની પણ તપાસ કરી રહ્યા છે. જેથી આ ધમકીઓને લીધે પોલીસ અને પ્રશાસનને ઘણી મુશ્કેલીઓની સામનો કરવો પડે છે.