દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે બેઠક યોજાઈઃ ૩૦ સભ્યોમાંથી ફક્ત પાંચ જ આવ્યા

16 November, 2019 09:19 AM IST  |  New Delhi

દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે બેઠક યોજાઈઃ ૩૦ સભ્યોમાંથી ફક્ત પાંચ જ આવ્યા

તસવીર : પી.ટી.આઇ.

દિલ્હી એનસીઆરમાં પૉલ્યુશન સામે કામગીરી શું થઈ રહી છે એને લઈને આજે પાર્લમેન્ટની સ્ટૅન્ડિંગ કમિટીની ફોર અર્બન ડેવલપમેન્ટની મીટિંગ બોલાવાઈ હતી. જોકે સિનિયર અધિકારીઓ ન આવવાને કારણે મીટિંગ થોડી જ મિનિટોમાં પૂરી કરી દેવામાં આવી હતી. આ સ્ટૅન્ડિંગ કમિટીની પહેલી મીટિંગ હતી. કમિટીમાં કુલ ૩૦ સભ્યો છે અને એમાંથી ફક્ત પાંચ જ સભ્યો પહોંચ્યા હતા.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને શું પગલાં લેવાયાં છે અને આગળ કયાં પગલાં ભરવામાં આવે એની જાણકારી મેળવવા માટે મીટિંગમાં ડીડીએના વાઇસ ચૅરમૅન, એનડીએમસીના વાઇસ ચૅરમૅન, એમસીડીના ત્રણેય કમિશનર, પર્યાવરણ મંત્રાલયના સેક્રેટરી અને શહેરી વિકાસ મંત્રાલયના સેક્રેટરીને બોલાવાયા હતા, પરંતુ આ મીટિંગમાં એક પણ સિનિયર અધિકારી પહોંચ્યો નહોતો.
દિલ્હીના ત્રણેય એમસીડી કમિશનર મીટિંગમાં નહોતા. એનડીએમસીના સિનિયર અધિકારી ન આવવાને કારણે તેમનું પ્રેઝન્ટેશન પણ જોવા મળ્યું નહીં. તેમને એવું પ્રેઝન્ટેશન આપવાનું હતું કે દિલ્હીમાં પૉલ્યુશન કેવી રીતે ઓછું થઈ શકે છે. પર્યાવરણ મંત્રાલયના સેક્રેટરીને પણ બોલાવાયા હતા, પણ તેઓ નહોતા આવ્યા. પર્યાવરણ મંત્રાલયથી કોઈ પણ સિનિયર અધિકારી પણ નહોતા આવ્યા, બસ ડેપ્યુટી સેક્રેટરીને મોકલી દીધા હતા.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

ધુમ્મસમાં વેડિંગ શૂટ

હરિયાણા અને આસપાસના રાજ્યમાં ખેડુતો દ્વારા પરાળને બાળવામાં આવતા દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફેલાયેલું ધુમ્મસનું પ્રદૂષણ ઓછું નથી થઈ રહ્યું. જોકે આ નોર્થ બ્લૉક સામે એક યુગલે ઉત્સાહમાં એ ગાઢ ધુમ્મસમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યું હતું. 

delhi air pollution