તિહાડ જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો BJPએ કર્યો જાહેર

26 November, 2022 05:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વીડિયો શૅર કરતા બીજેપી પ્રવક્તા (BJP Speaker) શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawala) સત્યેન્દ્ર જૈનનું રાજીનામું (Asked for Resignation of Satyendar Jain) માગ્યું છે.

ફાઈલ તસવીર

દિલ્હીના કેબિનેટ મંત્રી (Delhi Cabinet Minister) સત્યેન્દ્ર જૈનનો (Satyendar Jain) તિહાડ જેલનો (Tihar Jail) વધુ એક વીડિયો (One more Video) સામે આવ્યો છે. આ વીડિયો શૅર કરતા બીજેપીએ (BJP) સત્યેન્દ્રનો દરબાર (Satyendra`s Darbar) જણાવ્યો છે. બીજેપી (BJP) તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જેલ સુપરિટેન્ડેન્ટ (Jail Superintendent) રાતે આઠ વાગ્યા પછી સત્યેન્દ્ર જૈનને (Meet Satyendar Jain) મળ્યા હતા. આ વીડિયો શૅર કરતા બીજેપી પ્રવક્તા (BJP Speaker) શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawala) સત્યેન્દ્ર જૈનનું રાજીનામું (Asked for Resignation of Satyendar Jain) માગ્યું છે.

બીજેપી પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, "મીડિયાએ જાહેર કર્યો તિહાડનો વધુ એક વીડિયો! આ વખતે સત્યેન્દ્રના દરબારમાં જેલ અધીક્ષક છે, જેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બાળકીનું રેપ કરનાર આરોપી પાસેથી માલિશ અને નવાબી ભોજન આરોગ્યા બાદ હવે આ! આ છે આપની ભ્રષ્ટાચાર ચિકિત્સા, પણ કેજરીવાલજી આનો બચાવ કરે છે. શું તે હવે સત્યેન્દ્ર જૈનને બરતરફ કરશે?"

બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની અંદર અનેક લોકો બતાવવામાં આવ્યા છે. ત્યાર બાદ જેલ અધીક્ષક આવે છે તો ત્યા લોકો, સેલમાંથી બહાર નીકળી જાય છે. આ સીસીટીવી ફુટેજ સપ્ટેમ્બર મહિનાની છે અને જેલ અધિકારી અજીત કુમારને જૈનની કહેવાતી વીઆઇપી ટ્રીટમેન્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ વીડિયોની પુષ્ઠિ થઈ નથી. 

મસાજ કરાવતી વખતો વીડિયો આવ્યો હતો સામે
દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલ મસાજ કરાવતો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ તે સતત રાજનૈતિક દળોના નિશાને છે. તાજેતરમાં જ જૈનના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં તે જેલના સેલમાં કાચા શાકભાજી અને ફળ ખાતા જોવા મળ્યા હચા. જૈનનો વીડિયો ત્યારે સામે આવ્યા જ્યારે તેઓ કૉર્ટ તરફ વળ્યા હતા કે તેમને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, જમવાનું આપવામાં આવતું નથી.

આ પણ વાંચો : તિહાડમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ,મેવા અને સલાડ ખાતા દેખાયા મંત્રી

મસાજ કરનાર શખ્સ હતો રેપનો આરોપી, બીજેપીનો દાવો
સત્યેન્દ્ર જૈનનો જે સૌથી પહેલો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમને મસાજ કરાવતા જોવા મળ્યા હતા. સત્યેન્દ્રના સેલમાં એક કેદી તેમની મસાજ કરી રહ્યો હતો અને તે લેટીને કેટલાક દસ્તાવેજ જોઈ રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા પછી બીજેપીએ દાવો કર્યો હચો કે મંત્રીની માલિશ કરનાર શખ્સ સગીરના રેપનો આરોપી છે. આ પહેલા, પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ આરોપ મૂક્યો હતો કે કહેવાતા મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડાયેલ સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. નાણાંકીય તપાસ એજન્સીએ જેલમાં દિલ્હીના મંત્રીના શાનદાર રીતે રહેવાના પુરાવા પણ સોંપ્યા હતા.

delhi news new delhi national news tihar jail arvind kejriwal aam aadmi party bharatiya janata party