વકીલ-પોલીસ વિવાદઃ દિલ્હી હાઈ કોર્ટે ગૃહ મંત્રાલયની અરજી ફગાવી દીધી

07 November, 2019 09:50 AM IST  |  New Delhi

વકીલ-પોલીસ વિવાદઃ દિલ્હી હાઈ કોર્ટે ગૃહ મંત્રાલયની અરજી ફગાવી દીધી

(જી.એન.એસ.) દિલ્હી હાઈ કોર્ટે વકીલોની વિરુદ્ધ કાર્યવાહી પર પોતાનું વલણ ન બદલતા બુધવારે દિલ્હી પોલીસને ઝટકો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વકીલો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ ઉપરાંત દિલ્હી પોલીસની બીજી અરજી પણ ફગાવી દીધી છે. તેમાં સાકેત કોર્ટવાળી ઘટના પર એફઆઇઆર નોંધવાની મંજૂરી માગી હતી.

નોંધનીય છે કે વકીલો અને પોલીસ વચ્ચે ટકરાવને પગલે કેન્દ્ર સરકાર દિલ્હી હાઈ કોર્ટ પહોંચી હતી. તેમાં ગૃહ મંત્રાલયે કોર્ટથી ૩ નવેમ્બરે જાહેર કરવામાં આવેલ આદેશ પર સ્પષ્ટતા માગી હતી. મંત્રાલયે કોર્ટમાં અપીલ કરી હતી કે વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા સંબંધિત આદેશ ત્યારબાદની ઘટનાઓ પર લાગુ ન થવો જોઈએ. પરંતુ કોર્ટે આમ આદેશ ન આપ્યો.

સુનાવણીમાં વકીલો તરફથી દિલ્હી પોલીસ પર નવા આરોપ લગાવાયા છે. આરોપ છે કે સિનિયર પોલીસ જવાનોએ વકીલો માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેના પર અૅક્શન લેવાય. વકીલ પક્ષે તે વકીલને ઓળખવાથી પણ ઇનકાર કર્યો છે જેનો વિડિયો વાઇરલ થયો હતો. વિડિયોમાં એક વ્યક્તિ પોલીસ જવાનની મારપીટ કરી રહ્યો હતો. તેને વકીલ બતાવાઈ રહ્યો હતો.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

વકીલ પક્ષે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે પોલીસ પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કરી રહી છે. વકીલો માટે ખોટી ભાષાનો ઉપયોગ કરનાર પોલીસ જવાનો વિરુદ્ધ પોલીસ તાત્કાલિક અૅક્શન લે તેવી માગ કરાઈ છે. નોંધનીય છે કે આ પહેલાં આજે વકીલોએ દિલ્હીની જિલ્લા કોર્ટમાં પ્રદર્શન કર્યું હતું.

delhi delhi high court