દિલ્હીમાં ગાઢ ધુમ્મસ : ટ્રેનવ્યવહાર ખોરવાયો, 450 ફ્લાઇટ્સમાં વિલંબ

19 January, 2019 08:23 AM IST  |  દિલ્હી

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ : ટ્રેનવ્યવહાર ખોરવાયો, 450 ફ્લાઇટ્સમાં વિલંબ

દિલ્હીમાં ફોગનું સામ્રાજ્ય

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર સખત ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનો અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. અનેક ટ્રેનોનાં શેડ્યુલ બદલાયાં હતાં કે રદ કરવામાં આવ્યાં હતાં. ગઈ કાલે પરોઢિયે સાડાપાંચ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં 450 ફ્લાઇટ્સના આગમન કે રવાનગીમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચોઃ શિયાળુ આતંક : દિલ્હીમાં ધુમ્મસને લીધે ફ્લાઇટોનું શેડ્યુલ ખોરવાયું

સવારે લગભગ 10.20 વાગ્યા સુધી દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. ઘણી ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી ઍરર્પોટના રનવે પર પ્લેનના ટેક-ઑફ માટે 125 મીટર સુધી દૃશ્ય સ્પષ્ટ હોવું અનિવાર્ય છે, પરંતુ વાસ્તવમાં 100 મીટરથી આગળનું દૃશ્ય ધૂંધળું હતું. ગઈ કાલે દિલ્હીમાં લઘુતમ ઉષ્ણતામાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ ઉષ્ણતામાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાજેતરના દિવસોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં લઘુતમ ઉષ્ણતામાન એક ડિગ્રી સેલ્સિયસ અને 6 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતું હોવાનું હવામાન વિભાગે નોંધ્યું છે.

delhi national news