શિયાળુ આતંક : દિલ્હીમાં ધુમ્મસને લીધે ફ્લાઇટોનું શેડ્યુલ ખોરવાયું

Published: 26th December, 2018 17:32 IST

ઉત્તર ભારતમાં બે ડિગ્રીથી સાત ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ
ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ

કાશ્મીરના ખીણપ્રદેશમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે અને જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં બે ડિગ્રી સેલ્સિયસથી સાત ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઉષ્ણતામાન સાથે ઠંડીના પ્રકોપની અસરો જોવા મળી રહી છે. જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર શૂન્ય ડિગ્રીથી નીચે, જમ્મુ શહેરમાં ૪.૧ ડિગ્રી સેલ્સિયસ અને વૈષ્ણોદેવી મંદિરના રિયાસી જિલ્લામાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. પંજાબ, બિહાર અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં એક ડિગ્રી સેલ્સિયસથી નવ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે લઘુતમ ઉષ્ણતામાન નોંધાયું હતું

સોમવારે રાતે અને ગઈ કાલે સવારે દિલ્હીમાં લઘુતમ ઉષ્ણતામાન ૬ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ ઉષ્ણતામાન બાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. જોકે ઠંડીની સાથે વાયુપ્રદૂષણને કારણે ધુમ્મસથી રાજધાનીના રહેવાસીઓનો જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ધુમ્મસને કારણે દૃશ્યક્ષમતા ઘટી જતાં દિલ્હી ઍરર્પોટ પર ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું. દિલ્હી રાજ્યમાં કલાકના ૧૧ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત આખો દિવસ ધુમ્મસનો પ્રભાવ રહેવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા અને પિમી ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસનો પ્રભાવ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK