દિલ્હી કોર્ટે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા વાડ્રાને આપ્યો આદેશ

18 July, 2019 11:57 AM IST  |  નવી દિલ્હી

દિલ્હી કોર્ટે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા વાડ્રાને આપ્યો આદેશ

રૉબર્ટ વાડ્રા

રૉબર્ટ વાડ્રાએ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેની જામીન અરજીને પડકારતી અરજીનો જવાબ આપવા માટે દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ વધુ સમય માગ્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા વાડ્રાની અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે અને તેમને વચગાળાના જામીન હોવાથી ઈડી દ્વારા ધરપકડ કરી શકાતી નથી. જોકે ઈડીએ જામીન રદ કરતી અરજી દિલ્હી હાઈ કોર્ટમાં કરી હતી. બુધવારે દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ ચંદ્ર શેખરે વાડ્રાને ઈડીની જામીનને પડકારતી અરજીનો જવાબ આપવા બે સપ્તાહનો સમય આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

વાડ્રાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે પિટિશન અંગે કોર્ટની નોટિસ બજાવવામાં આવી ત્યારે વાડ્રા દેશની બહાર હતા અને તેઓ ૧૧ જુલાઈએ પરત ફર્યા હતા. ઈડીએ વાડ્રાને ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલા વચગાળાના જામીનને રદ કરવા માટેની અરજી દાખલ કરી છે. ટ્રાયલ કોર્ટે ૧ એપ્રિલના રોજ વાડ્રાને વચગાળાના જામીનનો ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો : ‘કર-નાટક’: આજે કુમારસ્વામીની અગ્નિપરીક્ષા, ‘બહુમત’ પુરવાર કરશે

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રૉબર્ડ વાડ્રાની વિરુદ્ધ ઈડી લંડનમાં મિલકત ખરીદવા બાબતે કથિત મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહી છે. લંડનના ૧૨ બ્રાયનસ્ટોન સ્ક્વેરમાં ૧૯ લાખ પાઉન્ડની મિલકત ખરીદીમાં મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

robert vadra national news