‘કર-નાટક’: આજે કુમારસ્વામીની અગ્નિપરીક્ષા, ‘બહુમત’ પુરવાર કરશે

Published: 18th July, 2019 11:49 IST | કર્ણાટક

બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં વિશે સ્પીકર નિર્ણય લેઃ સુપ્રીમ કોર્ટ

કુમારસ્વામી
કુમારસ્વામી

કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આજે કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરશે. કર્ણાટકમાં આજે ૧૮ જુલાઈના રોજ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન યોજાશે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દાવો કર્યો છે કે તેમની પાસે બહુમત છે. ૨૨૪ બેઠકવાળી વિધાનસભામાં અત્યારે કૉન્ગ્રેસ-જેડીએસ પાસે ૧૦૦ (જો ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારવામાં આવે તો), જ્યારે ભાજપ પાસે ૧૦૫+ ધારાસભ્યો છે.

કર્ણાટક સંકટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નવું ટવિસ્ટ આવી ગયું છે. સુપ્રીમ કોર્ટે ૧૫ બાગી ધારાસભ્યોનાં રાજીનામાં પર નિર્ણય લેવાનો અધિકાર સ્પીકર કેઆર રમેશ પર છોડી દીધો છે. જોકે સુપ્રીમ કોર્ટે સાથે જ પોતાના નિર્ણયમાં બાગી ધારાસભ્યોને સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બાધ્ય ન કરવાનો આદેશ કરીને કર્ણાટક સરકારને પણ ઝટકો આપ્યો છે. આ નિર્ણય બાદ બન્ને પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. હવે તમામની નજર આજે થનારા એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસમત પર છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બૉસની પીઠે નિર્ણય સંભળાવતાં કહ્યું કે ધારાસભ્યોનાં રાજીનામાં પર નિર્ણય સ્પીકર લે. કોર્ટે કહ્યું કે સ્પીકર નિયમો અનુસાર નિર્ણય કરે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આપણે આ મામલે સંવૈધાનિક બેલેન્સ બનાવવું પડશે. સ્પીકર પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમયસીમાની અંદર નિર્ણય લેવા માટે બાધ્ય ન કરી શકાય. કર્ણાટક સરકારને ઝટકો આપતાં એસસીએ કહ્યું કે ૧૫ બાગી ધારાસભ્યોને પણ સદનની કાર્યવાહીનો ભાગ બનવા માટે રોકવામાં ન આવે. એસસીએ કહ્યું કે આ મામલે સ્પીકરની ભૂમિકા અને દાયિત્વને લઈને પણ ઘણા સવાલો ઊઠ્યા છે જેના પર પછી નિર્ણય લેવામાં આવશે, પરંતુ અત્યારે અમે સંવૈધાનિક બેલેન્સ કાયમ કરવા માટે પોતાનો અંતરિમ આદેશ જાહેર કરી રહ્યા છીએ.

અગાઉ કુમારસ્વામી અને વિધાનસભા સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોની યાચિકા પર સુનાવણી કરવાના કોર્ટના અધિકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. બળવાખોર ધારાસભ્યોએ આક્ષેપ મૂક્યો હતો કે સ્પીકર આર. રમેશ કુમાર બહુમતી ગુમાવી બેઠેલી સરકારને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે હું જે પણ નિર્ણય કરીશ એ બંધારણ, કોર્ટ કે પછી લોકપાલની વિરુદ્ધ નહીં હોય.

હવે આગળ શું?

જો બળવાખોર ધારાસભ્યનાં રાજીનામાં મંજૂર થાય તોઃ જો બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં મંજૂર થઈ જાય તો આ સંજોગોમાં સરકારને બહુમત માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂર હશે જે તેમની પાસે નથી. એ સંજોગોમાં સરકાર પડી જશે.
જો બળવાખોર ધારાસભ્યો અયોગ્ય જાહેર થાય તોઃ જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરશે તો પણ સદનમાં વિશ્વાસનો મત મેળવવા સરકારને બહુમત માટે ૧૦૪ મત જોઈએ જે તેમની પાસે નથી. આ સંજોગોમાં પણ સરકાર પડી જશે.

જો બળવાખોર ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ વોટિંગ કર્યું તોઃ જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરશે તો પણ સદનમાં વિશ્વાસનો મત મેળવવા સરકારને બહુમત માટે ૧૦૪ મત જોઈએ. જે તેમની પાસે નથી. આ સંજોગોમાં પણ સરકાર પડી જશે.

જો બળવાખોર ધારાસભ્યો સદનમાં હાજર ન રહે તોઃ જો બળવાખોર ધારાસભ્યો સદનમાં હાજર ન રહે તો આ સ્થિતિમાં વિશ્વાસમતના સમયમાં સદનમાં સભ્યસંખ્યા ૨૦૭ રહેશે ત્યારે બહુમત માટે જરૂરી આંકડા ૧૦૪ થઈ જશે, જે તેમની પાસે નથી. તે સંજોગોમાં પણ સરકાર પડી જશે.

જો કુમારસ્વામી સરકાર પડી ગઈ તોઃ આ સંજોગોમાં બીજેપી રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ૭૬ વર્ષના બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે જો સરકાર પડી ગઈ તો અમે ૩ દિવસમાં રાજ્યમાં બીજેપીની સરકાર બનાવી દઈશું.

આ પણ વાંચો : Chandrayaan-2 આવતા અઠવાડિયે થઈ શકે છે લોન્ચ, ટેક્નિકલ ખામી સુધારાઈ

અમારી પાસે બહુમતઃ યેદિયુરપ્પાનો દાવો

કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ દરમિયાન બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે તેમની પાસે પૂરતી બહુમતી છે અને મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જ પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK