વૃદ્ધો અને દિવ્યાંગોને કોવિડ બૂસ્ટર ડૉઝ માટે દિલ્હી સરકારનો મોટો નિર્ણય

12 January, 2022 06:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓ પ્રમાણે જો કોઈ 60 વર્ષથી વધારેની ઉંમરની વ્યક્તિ અને દિવ્યાંગ ત્રીજા ડૉઝના પાત્ર છે અને બૂસ્ટર ડૉઝ મૂકાવવા માટે સેન્ટર પર પહોંચી નથી શકતા તો તેમને ઘરે જઈને ત્રીજો ડૉઝ આપવામાં આવે.

પ્રતીકાત્મક તસવીર

રાજધાની દિલ્હીમાં કોરોના અને ઑમિક્રોનના વધતા કેસ વચ્ચે હવે લોકોને બૂસ્ટર ડૉઝની જરૂર છે. એવામાં દિલ્હી સરકાર હવે વૃદ્ધો અને દિવ્યાંગોને ઘરે જ કોરોનાનો બૂસ્ટર ડૉઝ આપશે. અધિકારીઓ પ્રમાણે જો કોઈ 60 વર્ષથી વધારેની ઉંમરની વ્યક્તિ અને દિવ્યાંગ ત્રીજા ડૉઝના પાત્ર છે અને બૂસ્ટર ડૉઝ મૂકાવવા માટે સેન્ટર પર પહોંચી નથી શકતા તો તેમને ઘરે જઈને ત્રીજો ડૉઝ આપવામાં આવે.

ઘરે જ લાગશે બૂસ્ટર ડૉઝ
એક અધિકારીએ જણાવ્યું કે એ શક્ય નથી કે એવો અનેક વ્યક્તિઓ હશે જેમણે પોતાનો બીજો ડૉઝ નવ મહિના પહેલા જ લઈ લીધો હોય. કોઇપણ પથારીવશ 60થી વધારેની વયના વ્યક્તિ જે પોતાની બીમારી કે દિવ્યાંગતાને કારણે પોતાના ડૉક્ટર દ્વારા બૂસ્ટર ડૉઝ લેવાને પાત્ર છે, તેના ઘરે જઈને તેને કોરોના બૂસ્ટર ડૉઝ મૂકવામાં આવશે.

ગયા વર્ષે પણ ઘરે જ આપ્યા હતા ડૉઝ
અધિકારીએ એ પણ કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્દેશ પર દિલ્હી સરકારે ગયા વર્ષે જ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ઘરે વેક્સિનેશન શરૂ કરી હતી. તો હવે ફરી એકવાર 60 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓ અને દિવ્યાંગોને ઘરે કોવિડ-19 બૂસ્ટર ડૉઝ આપવામાં આવશે.

national news delhi news coronavirus covid vaccine covid19