તિહાડમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ,મેવા અને સલાડ ખાતા દેખાયા મંત્રી

23 November, 2022 11:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

સત્યેન્દ્ર જૈનના વકીલે દાવો કર્યો હતો કે જેલમાં તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે, જ્યારે તિહાડ જેલના સૂત્રોએ કહ્યું કે જેલમાં રહ્યા દરમિયાન સત્યેન્દ્રનું વજન 8 કિલો વધી ગયું છે.

સત્યેન્દ્ર જૈન (ફાઇલ તસવીર)

દિલ્હીના (Delhi) કૅબિનેટ મંત્રી (Cabinet Minister) સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) તિહાડ જેલમાં (Tihar Jail) મળતી સુવિધાઓને લઈને બીજેપી (BJP સતત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સરકાર પર હુમલાવર છે. તિહાડ જેલમાંથી (Tihar Jail) સત્યેન્દ્ર જૈનનો (Satyendra Jain) વધુ એક વીડિયો (One More Video) સામે આવ્યો છે. તિહાડ જેલની (Tihar Jail) આ સીસીટીવી ફુટેજમાં (CCTV Footage) સત્યેન્દ્ર જૈન ફળ અને સુકા મેવા ખાઈ રહ્યા છે.

સત્યેન્દ્ર જૈનના વકીલે દાવો કર્યો હતો કે જેલમાં તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે, જ્યારે તિહાડ જેલના સૂત્રોએ કહ્યું કે જેલમાં રહ્યા દરમિયાન સત્યેન્દ્રનું વજન 8 કિલો વધી ગયું છે.

બીજેપીએ કેજરીવાલને ઘેર્યા
બીજેપી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ટ્વીટ કરતા અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, "બળાત્કારી પાસેથી માલિશ કરાવવું અને ફિઝિયો થેરેપિસ્ટ કહ્યા બાદ સત્યેન્દ્ર જૈનને શાનદાર ભોજનનો આનંદ માણતા જોઈ શકાય છે. તેમણે આ રીતે ભોજન પીરસવામાં આવી રહ્યું છે જાણે તે રજા પર કોઈક રિસૉર્ટમાં હોય. કેજરીવાલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે હવાલાબાજને જેલમાં વીવીઆઈપી આનંદ મળે ન કે સજા."

મસાજ કરાવતા વીડિયો થયો હતો વાયરલ
આ પહેલા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સત્યેન્દ્ર જૈન પોતાના સેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે આરામથી એક પથારી પર લેટેલા છે, તે કોઇક દસ્તાવેજ જોઈ રહ્યા છે અને એક શખ્સ તેમના હાથ અને પગને મસાજ આપી રહ્યો છે. તે વીડિયોના વાયરલ થયા બાદ બીજેપીએ આ મોટો મુદ્દો બનાવી લીધો અને એમસીડીથી લઈને ગુજરાત સુધી આનો મુદ્દો બન્યો.

મસાજ કરનાર રેપનો આરોપી
દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે, મસાજ કરનાર આરોપીની 2021માં ધરપકડ થઈ. આરોપી પર તેની જ સગીર દીકરીના રેપનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપી રિંકૂ જેલમાં છે. તેની ટ્રાયલ ચાલી રહી છે. તે મજૂરી કરતો હતો.

આ પણ વાંચો : Satyendra Jain:જેલમાં મસાજ કરનારો દુષ્કર્મનો આરોપી, મંત્રીએ કહ્યું પાંચ મહિનાથી...

કૉંગ્રેસ અને બીજેપી કેજરીવાલ પર હુમલાવર
બીજેપી અને કૉંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયત્ન છે. બીજેપી પાસે કારણકે બતાવવા માટે કોઈ કામ નથી, આથી એમસીડી ચૂંટણી દરમિયાન આ પ્રકારના વીડિયો શૅર કરવામાં આવી રહ્યા છે. આ મામલો કૉર્ટ સુધી પહોંચી ગયો છે. સત્યેન્દ્ર જૈનના વકીલ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે સીસીટીવી ફુટેજ લીક કેવી રીતે થઈ? તો ઈડીએ સ્પષ્ટ કહ્યું છે કે તેમની તપાસ ભેદભાવ વિના કરવામાં આવે છે.

national news tihar jail delhi police new delhi delhi news Crime News bharatiya janata party aam aadmi party