Breaking: ભાજપના મુખ્ય કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની મળી ધમકી

22 June, 2019 02:23 PM IST  |  દિલ્હી

Breaking: ભાજપના મુખ્ય કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની મળી ધમકી

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના 6એ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party)ના મુખ્ય કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ મળેલી ધમકી બાદ દિલ્હી પોલીસમાં હડકંપ મચી ગઈ છે, જોકે તપાસમાં દિલ્હી પોલીસને આ બનાવટી ખબર લાગી.

મધ્ય દિલ્હીના ડીસીપી મુજબ, ધમકીવાળો આ ફોન કર્ણાટકના મૈસૂર વિસ્તારથી આવ્યો હતો. પોલીસને મળેલી ધમકીની તપાસ ચાલુ છે અને એના માટે કર્ણાટક પોલીસથી પણ સંપર્ક ચાલુ છે.

ત્યાં મળેલી જાણકારી મુજબ ડીડીયૂ માર્ગ સ્થિત ભાજપ મુખ્ય કાર્યાલયના કન્ટ્રોલ રૂમમાં ધમકીવાળો ફોન શનિવાર સવારે લગભગ 11 વાગ્યે કરવામાં આવ્યો હતો. મળેલી સૂચના પર તાત્કાલિક પહોંચેલી પોલીસે મુખ્ય કાર્યાલાયની સઘન તપાસ કરી. આ પછી તપાસ બાદ ખબર પડી કે આ ફોન મૈસૂર (કર્ણાટક)થી આવ્યો હતો.

આ પણ વાંચો : રોહતકમાં અમિત શાહનાં જતાં જ લોકોએ ચલાવી ચટાઈની લૂંટ, કરી મારામરી

પોલીસે ફોન કરનારને શોધી કાઢ્યો છે, પરંતુ નામનો ખુલાશો નથી કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ધમકીવાળો ફોન કરનાર વ્યક્તિ માનસિક રૂપથી કમજોર છે. તે પહેલા પણ આવી રીતે ઘણી જગ્યા પર કોલ કરી ચૂક્યો છે. બાબતની ઉચ્ચ પ્રોફાઇલને કારણે પોલીસ તેની તપાસમાં વ્યસ્ત છે.

mysore karnataka delhi national news bharatiya janata party