Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રોહતકમાં અમિત શાહનાં જતાં જ લોકોએ ચલાવી ચટાઈની લૂંટ, કરી મારામરી

રોહતકમાં અમિત શાહનાં જતાં જ લોકોએ ચલાવી ચટાઈની લૂંટ, કરી મારામરી

22 June, 2019 11:04 AM IST | રોહતક

રોહતકમાં અમિત શાહનાં જતાં જ લોકોએ ચલાવી ચટાઈની લૂંટ, કરી મારામરી

અમિત શાહ

અમિત શાહ


ગૃહપ્રધાન અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતા. જેવાં અમિત શાહ કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યા, ત્યાં જ લોકોએ યોગ માટેની ચટાઈની લૂંટ ચલાવી હતી. ચટાઈ લેવા માટે લોકો એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. તો એકબીજાના હાથમાંથી ચટાઈ ખેંચતાં પણ જોવા મળ્યા હતા.

આજે સમગ્ર વિશ્વ ઈન્ટરનૅશનલ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. મોદી સરકાર તરફથી દેશના દરેક ખૂણામાં મેગા ઈવેન્ટનું આયોજન કરાયું છે. વડા પ્રધાને રાંચીમાં યોગ કર્યા હતા. તો રોહતકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ દરમ્યાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર હતા.



આ પણ વાંચો : 'ઓપરેશન બંદર': જાણો ક્યા આધાર પર નક્કી કરવામાં આવ્યું હતું બાલાકોટ એરસ્ટ્રાઈકનું નામ


રોહતકમાં આ યોગ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. હજારો લોકો માટે ચટાઈ પાથરવામાં આવી હતી. યોગનો કાર્યક્રમ ખતમ થયા બાદ અચાનક દોડધામ મચી ગઈ હતી. સૌ કોઈ પોતાની ચટાઈ લઈને ભાગી રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જ્યારે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો તો મામલો વધારો ગરમાયો હતો અને આયોજકો સાથે લોકોએ તૂ-તૂ મેં-મેં પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 11:04 AM IST | રોહતક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK