રાજનાથ સિંહ દશેરા પર રાફેલ ફાઈટર જેટ સાથે રશિયામાં કરશે શસ્ત્ર પૂજા

06 October, 2019 03:54 PM IST  |  નવી દિલ્હી

રાજનાથ સિંહ દશેરા પર રાફેલ ફાઈટર જેટ સાથે રશિયામાં કરશે શસ્ત્ર પૂજા

રક્ષામંત્રી રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહ આ વખતે દશેરા પર ફ્રાન્સમાં શસ્ત્ર પૂજન કરશે. તે 8 ઑક્ટોબરે પહેલા રાફેલ ફાઈટર જેટની સાથે ફ્રાન્સમાં જ શસ્ત્ર પૂજા કરશે. જણાવી દઈએ કે જ્યાં સુધી રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા ત્યારે તેમણે દર વર્ષે શસ્ત્રપૂજા કરી હતી. ગયા વર્ષે તેમણે બીએસએફના જવાનોની સાથે બીકાનેરમાં શસ્ત્ર પૂજા કરી હતી. સૂત્રો પ્રમાણે આ યાત્રા દરમિયાન રાજનાથ સિંહ રાફેલ વિમાન પણ ઉડાવી શકશે.

ફ્રાંસમા કરશે બેઠક
રક્ષામંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન લીધા બાદ ફ્રાંસની સરકારના અધિકારીઓ સાથે રક્ષા અને અન્ય સહયોગ પર પણ બેઠક કરશે. નવ ઑક્ટોબરે રાજનાથ સિંહ પોતાના સમકક્ષ સાથે બેઠક પણ કરશે.

ઉપ વાયુસેના પ્રમુખ પણ હશે સાથે
આ મોકા પર રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ઉપ વાયુસેના પ્રમુખ એર માર્શલ હરજિંદર સિંહ અરોરાના પણ જવાની વાત છે. એ પહેલા રાજનાથ સિંહની સાથે વાયુસેના પ્રમુખનો જવાનો કાર્યક્રમ હતો, પરંતુ તે એનસીઆરમાં વાયુસેના દિવસના કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે.

આ પણ જુઓઃ જુઓ Bigg Boss 13ના પહેલા અઠવાડિયાના ઉતાર-ચડાવ તસવીરોમાં....

મહત્વનું છે કે સપ્ટેમ્બર 2016માં ભારતે ફ્રાન્સની સરકાર અને ડસૉલ્ટ એવિએશનની સાથે 36 રાફેલ વિમાનને લઈને ડીલ હતી. ભારત સરકારનો પ્રયાસ હતો કે વિમાન જલ્દી જ હેન્ડઓવર કરવામાં આવે, કારણ કે વાયુસેનાની તરફથી તેમને જલ્દી સેનામાં સામેલ કરવાનો દબાણ હતું. અત્યારે 8 ઑક્ટોબરે ફ્રાન્સની તરફથી રાફેલ વિમાન ભારતને સોંપવામાં આવશે. એટલું જ નહીં રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની ક્ષમતાને વધારી દેશે.

rajnath singh rafale deal russia