પર્સનલ ડેટા પર નજર રાખવાના કેંદ્રના નિયમને સુપ્રીમમાં પડકાર

24 December, 2018 03:52 PM IST  | 

પર્સનલ ડેટા પર નજર રાખવાના કેંદ્રના નિયમને સુપ્રીમમાં પડકાર

કેંદ્રના નવા નિયમને સુપ્રીમમાં પડકાર

કેંદ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમોની સામે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ એમ એલ શર્માએ કેંદ્ર સરકારના આ આદેશને પડકાર આપ્યો છે. જો કે હજી સુધી સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર ની કર્યો.

એમ એલ શર્મા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરવા માટે જાણીતા છે. આ પહેલા કોર્ટે બિનજરૂરી અરજી દાખલ કરવા બદલ તેમને 50 હજારનો દંડ કર્યો હતો.



કેંદ્રએ આપ્યો છે નજર રાખવાનો આદેશ

ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી કાયદા અંતર્ગત ડેટા પર નજર રાખવાના આદેશ ગૃહમંત્રાલયે જાહેર કર્યા છે. જેના અંતર્ગત 10 ગુપ્તચર અને સુરક્ષા એજંસીઓને કોઈ પણ કંપ્યૂટર પર નજર રાખવાના સીમિત અધિકાર આપ્યા છે. જેમાં કોઈ પણ કંપ્યૂટર સિસ્ટમના તમામ ડેટા એકઠા કરવા, તેના પર નજર રાખવી અને તેને ડિક્રીપ્ટ કરવાના અધિકારો સામેલ છે.



આ એજંસીઓ રાખશે નજર

IB, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ED, CBDT, DRI, CBI, રાષ્ટ્રીય તપાસ એજંસી, રિસર્ચ એંડ એનાલિસીસ વિંગ(રૉ), જમ્મૂ-કશ્મીર, અસમ અને પૂર્વોત્તરમાં કાર્યરત સિગ્નલ ગુપ્તચર મહાનિર્દેશાલય અને દિલ્લી પોલીસને કોઈ પણ કંપ્યૂટર પર નજર રાખવાનો અધિકાર રહેશે.

supreme court