દુર્ઘટનાના 51 વર્ષ બાદ IAF વિમાનનો કાટમાળ મળ્યો

19 August, 2019 12:28 PM IST  |  હિમાચલ પ્રદેશ

દુર્ઘટનાના 51 વર્ષ બાદ IAF વિમાનનો કાટમાળ મળ્યો

દુર્ઘટનાના 51 વર્ષ બાદ IAF વિમાનનો કાટમાળ મળ્યો

ડોગરા સ્કવોડના એક સર્ચ ઑપરેશન દરમિયાન હિમાચલ પ્રદેશના બર્ફીલા પહાડોમાંથી 51 વર્ષ પહેલા દુર્ઘટનાગ્રસ્ત થયેલા ભારતીય વાયુસેનાના એએન-12 વિમાનનો કાટમાળ મળી આવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં સવાર તમામ 102 લોકોનો મોત થયા હતા. પશ્ચિમિ કમાને એએન-12 બીએલ-534 વિમાનમાં સવાર લાપતા 90થી વધારે સૈનિકોના પાર્થિવ શરીરને શોધવા માટે 26 જુલાઈએ એક અભિયાન શરૂ કર્યું છે. આ વિમાન સાત ફેબ્રુઆરી, 1968ના કુલ્લુ જિલ્લામાં રોહતાંગ પાસ ઉપરથી લાપતા થયું હતું.

પશ્ચિમી કમાને એક નિવેદનમાં કહ્યું કે, 5, 240 મીટરની ઉંચાઈ પર ઢાકા ગ્લેશિયરમાં 13 દિવસની શોધખોળ બાદ ટીમે વિમાનના ભાગ મેળવ્યા હતા. આ વિમાનના એર એન્જિન, ફ્લૂજલેજ, ઈલેક્ટ્રિક સર્કિટ, પ્રોપેલર, ફ્યૂલ ટેન્ક યૂનિટ, એર બ્રેક એસેમ્બલી અને કોકપિટનો એક દરવાજો સામેલ છે. મુસાફરોનો અંગત સામાન પણ મળી આવ્યો છે.

સેનાએ કહ્યું કે જ્યાંથી વિમાનનો કાટમાળ મળ્યો. તે સાથે આસપાસના વિસ્તારને ભવિષ્યના સંદર્ભ માટે મેપિંગ કરવામાં આવ્યું છે. આ શોધ અભિયાનમાં ભારતીય વાયુસેનાનો એક દળ 6 ઑગસ્ટે સામેલ થયું હતું, જેથી અભિયાનને વેદ મળી શકે.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

વિમાન જ્યારે ચંડીગઢ વાયુ સેનાના અડ્ડા તરફ પાછું ફરી રહ્યું હતું, ત્યારે રોહતાંગ પાસ પરથી લાપતા થયું હતું. જે બાદ અનેક અફવાઓ પણ સામે આવી હતી.  જો કે લાપતા વિમાનનું રહસ્ય 2003માં ખુલ્યું જ્યારે તેનો કાટમાળ મળી આવ્યો. લાંબા સમયથી મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી માત્ર પાંચ મૃતદેહો જ મળ્યા છે.

indian air force national news