Cyclone Nivar Updates:હજી ટળ્યું નથી વાવાઝોડું,બંધ રહેશે ચેન્નઇ ઍરપૉર્ટ

26 November, 2020 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Cyclone Nivar Updates:હજી ટળ્યું નથી વાવાઝોડું,બંધ રહેશે ચેન્નઇ ઍરપૉર્ટ

Cyclone Nivar Updates:હજી ટળ્યું નથી વાવાઝોડું,બંધ રહેશે ચેન્નઇ ઍરપૉર્ટ

બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલો ચક્રવાત 'નિવાર' મોડી રાતે તામિલનાડુ અને પુડુચેરીના તટ પર અથડાયો. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. હવાની ઝડપ 100 કિલોમીટર 110 કિલોમીટર પ્રતિ કલાકની હતી. હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધી રહ્યો છે અને આગામી 3 કલાકમાં નબળું પડશે. જો કે, તોફાનનું જોખમ હજી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સમુદ્રની ઉપર પણ ચક્રવાતના કેટલાક ભાગ છે. ચેન્નઇમાં ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે. નિવારને કારણે વધારે નુકસાનના સમાચાર નથી મળણયા. સ્થિતિ સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં છે, જો કે તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

આઇએમડી તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન નિવાર હવે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યો છે. 26 નવેમ્બરના સવારે બે વાગીને 30 મિનિટે તેની ઝડપ 100થી 110 કિલોમીટર પર કલાકથી 120 કિલોમીટર પર કલાક સુધીની રહી. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધશે અને આગામી અમુક કલાકમાં નબળો પડશે.

તોફાનને કારણે કેટલીક ટ્રેન રદ
એક લાખથી વધાલે લોકોને શિબિરોમાં રાખવામાં આવ્યા હતા. તોફાન જોતાં દક્ષિણ-પશ્ચિમ રેલવેએ ડઝનથી વધારે ટ્રેનો રદ કરી દીધી છે. ચેન્નઇથી ગુરુવારે સવારે 9 વાગ્યે વિમાનનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવેએ કહ્યું કે જે ટ્રેન રદ કરવામાં આવી છે, પ્રવાસીઓને તેનું સંપૂર્ણ ભાડું પાછું આપવામાં આવશે. પ્રવાસની તારીખથી છ મહિનાની અંદર પૈસા પાછાં લઈ શકાશે.

આ પણ વાંચો : ‘નિવાર’ વાવાઝોડાએ રૌદ્ર રૂપ લીધું

3 જિલ્લામાં આજે રજાની જાહેરાત
નિવાર ચક્રવાતને જોતા તામિલનાડુના 13 જિલ્લાઓમાં આજે રજાની જાહેરાત કરવામાં આવી છે. પુડુચેરી અને કરાઇકલ ક્ષેત્રમાં પણ રજાની જાહેરાત કરવામાં આવી છે. બાળકો સહિત એક લાખથી વધારે લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી ખસેડીને એક હજાર રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

national news chennai